Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBlood groupસૌથી દુર્લભ બ્લડ ગ્રુપ.... દુનિયામાં માત્ર 9 લોકો જ આપી શકે છે...

સૌથી દુર્લભ બ્લડ ગ્રુપ…. દુનિયામાં માત્ર 9 લોકો જ આપી શકે છે રક્ત…

Published By:-Bhavika Sasiya

રક્તદાન કરતી વખતે લોહીનું મેચિંગ કરવું પડે છે જો રક્ત મેચ ન થાય તો દર્દીને રક્ત ચઢાવી શકાતું નથી.પરંતું  એક બ્લડ ગ્રુપ એવુ છે જેને આખી દુનિયામાં માત્ર આંગળીના વેઢે ગણાય એટલા લોકો જ બ્લડ ડોનેટ કરી શકે છે.

આ રેર બ્લડ આખી દુનિયામાં માત્ર 45 લોકો પાસે છે અને સૌથી મોટી સમસ્યા એ છે કે  આમાંથી માત્ર 9 લોકો જ પોતાનું બ્લડ ડોનેટ કરી શકે છે. આ રેર  બ્લડ ગ્રુપ ઍટલે ગોલ્ડન બ્લડ ગ્રુપ જે આખી દુનિયામાં રેરેસ્ટ બ્લડ ગ્રુપ મનાય છે. આ એવા બ્લડ ગ્રુપનું લોહી છે જે કોઈને પણ ચઢાવી શકાય. આ બ્લડ ગ્રુપનું બ્લડ અન્ય બ્લડ સાથે સરળતાથી મેચ થઈ જાય છે.આ બ્લડ ગ્રુપની શોધ વર્ષ 1960માં થઈ હતી અને તેનું સાચું નામ Rhnull છે. આ લોહીને તેની વિશેષતાઓને કારણે ગોલ્ડન બ્લડ નામ આપવામાં આવ્યું છે. આ બ્લડ ગ્રુપની સૌથી મોટી વિશેષતા એ છે કે તે કોઈપણ બ્લડ ગ્રુપની વ્યક્તિને ચડાવી શકાય છે. આ લોહી ફક્ત તે લોકોના શરીરમાં જોવા મળે છે જેમનું Rh ફેક્ટર શૂન્ય છે.Rh ફેક્ટર એ એક ખાસ પ્રકારનું પ્રોટીન છે અને લાલ રક્તકણોની સપાટી પર જોવા મળે છે. જો આ પ્રોટીન RBC માં હાજર હોય તો લોહી Rh+ પોઝિટિવ હશે. બીજી તરફ જો આ પ્રોટીન હાજર ન હોય તો લોહી આરએચ-નેગેટિવ હશે. પરંતુ ગોલ્ડન બ્લડ ધરાવતા લોકોમાં આરએચ પરિબળ ન તો સકારાત્મક કે નકારાત્મક હોય છે તે હંમેશા શૂન્ય હોય છે અને તે જ તેને વિશેષ બનાવે છે.

હાલમાં એક રિસર્ચ અનુસાર, 2018માં જ્યારે આ બ્લડની દુનિયાભરમાં શોધ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે માત્ર 45 લોકો જ આ ખાસ બ્લડ ધરાવે છે. આ લોકો જાપાન, કોલંબિયા, બ્રાઝિલ, અમેરિકા અને આયર્લેન્ડના છે. જ્યાં એક તરફ આ લોકોના શરીરમાં જોવા મળતું આ લોહી તેમને દુર્લભ બનાવે છે તો બીજી તરફ તેમની સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે જો આ લોકોને લોહીની જરૂર હોય તો તેમને અન્ય કોઈ લોહી ચઢાવી શકાતું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!