- વિશ્વના ગૌરવ સમા અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બે ટાવરો આંતકવાદી ઘટનામાં નાશ પામ્યા….
- 19 આતંકવાદીઓ 4 વિમાન દ્વારા ત્રાટક્યા અને આ ત્રાસવાદી હુમલામાં 2977 લોકોના મોત નીપજ્યા
આજથી 21 વર્ષ પહેલાં તા 9મી સપ્ટેમ્બર 2001ના મંગળવારે અમેરિકા આંતકવાદી હુમલાઓના પગલે હચમચી ઉઠ્યું હતું. સવારનાં સમયે 19 જેટલાં આતંકવાદીઓ 4 વિમાનો દ્વારા અમેરિકાના જુદા જુદા વિસ્તારોમાં ત્રાટક્યા હતા. જેમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર, પેન્ટાગાઉન અને પેંસિલવેનીયાનો સમાવેશ થાય છે. અમેરિકાના ગૌરવ સમા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બે ટાવરો આ આતંકવાદી હુમલામાં નષ્ટ પામ્યા હતા.આ સમયે ઍક અંદાજ મુજબ બે ટાવરોમાં 34 હજાર કરતાં વધુ માનવીઓ હતા. 19 આતંકવાદીઓ સાથે કુલ 2977 જેટલાં લોકોના મૃત્યુ નીપજ્યા હતા.

19 આતંકવાદીઓ અલકાયદા ત્રાસવાદી સંગઠનના હતા. જેમાં 15 સાઉદી અરેબિયા 2 યુ એ ઇના અને 1 ઇજિપ્તના આતંકવાદીનો સમાવેશ થાય છે. 1368 અને 1362 ફૂટ ઉંચા બે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બે ટાવર નષ્ટ થયાને આજે 21 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ ઘટનાના 10 વર્ષ બાદ નષ્ટ થયેલ ટાવરના સ્થાને મેમોરિયલ તૈયાર કરવામાં આવ્યું હતું. આજે આ આતંકવાદી ઘટનાને 21વર્ષ પૂર્ણ થઈ ગયાં હોવા છતાં આજે પણ આ હુમલાની યાદ આવતા કંપારી તેમજ આતંકવાદ સામે નફરતની લાગણી થાય છે.