Published by : Rana Kajal
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમકે રાજકોટ પશ્ચિમ બેઠક માટે વિજય રૂપાણીનું નામ લિસ્ટમાં નથી. ગુજરાતમાં હવે ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થવાની સંભાવના છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારી વધુ તેજ બનાવી છે ભાજપની ટિકિટ માટે જે રીતે પડાપડી થઈ રહી છે તે જોઈને નિરીક્ષકો પણ ચોંકી ઉઠયા છે. સૌરાષ્ટ્રની તો તમામ બેઠકો પર ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ છે ત્યારે પુર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના નામને લઈને કાર્યકરોએ લોબિંગ શરૂ કર્યું છે. રાજકોટની કુલ ચાર બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે રાજકોટ પૂર્વ બેઠક પર વર્તમાન ધારાસભ્ય અરવિંદ રૈયાણીની સામે 21 નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે સૌરાષ્ટ્રને લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય કે રાજકોટ પશ્ચિમ બેઠક પર વિજય રૂપાણીનું નામ ઉમેદાવરોની લિસ્ટમાં નથી, જોકે ભાજપના અન્ય કાર્યકરો રૂપાણીના નામ પર એક હોવાનું કહી રહ્યા છે. દાવેદારી નોંધાવવા માટે આવેલા ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે પણ કહ્યું છે કે પશ્ચિમ બેઠક માટે વિજય રૂપાણીનું નામ આવે તો તમામ કાર્યકરો તૈયાર જ છે. પશ્ચિમ બેઠક માટે પહેલા વિજય રૂપાણીનું નામ પછી મારી દાવેદારી, પાર્ટી હાઈકમાન્ડ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે સ્વીકાર્ય છે એમ જણાવ્યુ હતું.