Published by : Rana Kajal
રાજકોટ
સોરાષ્ટ્રમાં રાષ્ટ્રીયપક્ષી મોરનો ટહુકાર સતત સાંભળવા મળે છે. સવારના સમયે મોરના ટહુકારથી આ ગામનું વાતાવરણ જાણે કઇંક અલગ જ માહોલ ઊભો કરે છે. જેમકે માળિયામિયાણા તાલુકાનું એક એવું ગામ કે જ્યાં માનવ વસ્તી કરતાં મોરની સંખ્યા અનેક ગણી છે. નાનાભેલા ગામમાં માનવવસ્તી માત્ર 350 છે. પરંતુ મોરની સંખ્યા 1400 છે. જોકે સામાન્ય રીતે માણસોને જોઇ દૂર ભાગતા મોર અહીં ઘર આંગણે આવે છે અને લોકોના હાથમાં રહેલું ચણ આરોગે છે. માળિયામિયાણા તાલુકાના નાનાભેલા ગામ આ ગામની ખાસિયત એ છે કે અહીં કબૂતર, ચકલી, કાબર, કાગડા, હોલા જેવા પંખીઓના કલરવ સાથે રાષ્ટ્રીયપક્ષી મોરનો ટહુકાર સતત સાંભળવા મળે છે. મોરના ટહુકારથી આ ગામનું વાતાવરણ જાણે કઇંક અલગ જ માહોલ ઊભો કરે છે. જૉકે પક્ષીઓનો શિકાર ન થાય તેનું ધ્યાન સતત ગ્રામજનો રાખે છે.
સાંજ પડેને મોર ગામલોકોના ઘરે ભોજન કરવા પહોંચી જાય છે. ગામના લોકો પોતાની ઘરે ચણ (દાણા) નાખતા હોવાથી મોર પણ ગામના લોકો સાથે એક પરિવારના ભાગરૂપે રોજ સવાર સાંજ ગામલોકો સાથે ભોજન કરવા પહોંચી જાય છે. અને ગામનાં લોકો મોરનો અવાજ કાઢે તો સામે મોર પણ ટહુકા કરે છે.મોર તેમના નિત્યક્રમ મુજબ પરિવારના સભ્યની જેમ પૂરા ઘરમાં નિર્ભય થઈને ફરે છે.