Home News Update My Gujarat સ્ટાર ક્રિકેટરોને પણ સલાહ આપતા કાળુભાઇ….

સ્ટાર ક્રિકેટરોને પણ સલાહ આપતા કાળુભાઇ….

0

Published by : Anu Shukla

  • કાળુભાઇની સલાહ તમામ ક્રિકેટરો માનતા

ક્રિકેટરોનો ભારતમાં જ નહીં વિશ્વભરમાં ડંકો વાગે છે. એ મેચ રમતાં પહેલાં પુછતાં -‘કાળુભાઇ પહેલાં બેટિંગ લેવાય કે બોલીંગ? અને કાળુભાઇ જવાબ આપતા…
કાળુભાઇ ન તો બેસ્ટ બોલર છે કે ન બેસ્ટ પ્લેટર.પણ ધોની, ડ્રવિડ અને કપિલદેવ જેવા ક્રિકેટોને એમની સલાહ અચુક લેવી પડતી. 1-5-1962માં ગાંધીનગર જિલ્લામાં આવેલા અમિયાપુરા ગામમાં મધ્યમ પરિવારમાં કાળુભાઈનો જન્મ થયો હતો. તેઓ નાનપણથી ક્રિકેટર બનવાનું સપનું જોતા હતા, પણ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી કાળુભાઈ માત્ર 6 ધોરણ જ અભ્યાસ કરી શક્યા અને બાદમાં શાળા છોડી ત્યારબાદ ગાંધીનગર સચિવાલયમાં પ્યુનનું કામ કરતા હતા, ત્યારે તેમને પ્રતિદિન માંડ 5 રૂપિયા મળતા હતા. એક દિવસ અધિકારી પર પાણી ઢોળાઈ જતા અધિકારીએ કાળુભાઈને લાફો ઝીકી દીધો હતો.. બાદમાં કાળુભાઈને નોકરીમાંથી મન ઉઠી જતા પ્યુનની નોકરી છોડી દીધી હતી. સચિવાલયમાં નોકરી છોડી દીધા બાદ કાળુભાઇ બેકાર થઇ ગયા હતા.. શું કામ કરવું એ વિચારોમાં ખોવાયેલા રહેતા હતા. ત્યારે 1 ફેબ્રુઆરી 1983ના રોજ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝેલસિંઘે અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું ખાતમુહૂર્ત કર્યું અને આ સમાચારો બીજા દિવસે કાળુભાઈને મળ્યા. જેથી તેઓ પોતાની જૂની સાઇકલ લઈ ત્યાં મજૂરી કરવા દોડી ગયા અને તેમને અહીં મજૂરી કામ પણ મળી ગયું, જેમના તેમને પ્રતિદિન 7 રુપિયા મળતા હતા. મોટેરા સ્ટેડિયમમાં કાળુભાઇ મજૂરી કામ કરતા હતા અને ત્યારે તેમને કામ મળી ગયું પીચ બનાવવાનું.. ધીરજ પલસાણાના નેતૃત્વ હેઠળ કાળુભાઈએ 1983માં મોટેરા સ્ટેડિયમની પ્રથમ પીચ બનાવી. ત્યારબાદ ધીમે ધીમે અલગ અલગ પીચ પર કાળુભાઈ અખતરા કરતા ગયા ને આમ આજે કાળુભાઈ પીચો બનાવવામાં માહિર બની ગયા. અત્યાર સુધી 60 વર્ષની ઉમરમાં ભારતભરમાં બે હજારથી વધુ પીચ બનાવી પોતાની આગવી ઓળખાણ ઉભી કરી દીધી ક્રિકેટર્સ મેચ રમવા આવતા એટલે પહેલાં કાળુભાઇને મળતા હતા.

સ્ટાર ક્રિકેટરો પણ બેટિંગ લેવી કે બોલીંગ? તેની સલાહ કાળુભાઇથી લેતા

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 2015માં ભારત-પાકિસ્તાનની મેચ યોજાઇ ત્યારે ધોની કેપ્ટન હતા. આ મેચ પહેલાં ધોનીએ કાળુભાઈને પૂછ્યું કે, પહેલાં બેટિંગ લેવી કે બોલીંગ..? તો કાળુભાઈએ બેટિંગ લેવા કહ્યું હતુ. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 192 રન કર્યા હતા, જેમાં યુવરાજે 36 બોલમાં 72 રન કર્યા હતા અને પાકિસ્તાન 180માં ઓલઆઉટ થઇ જતાં ભારતનો ભવ્ય વિજય થયો હતો.

વર્ષ 1994માં કપિલદેવે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો ત્યારે કપિલ દેવે કાળુભાઇનો આભાર માની ખુશ થઇને તેમને 15 હજાર રુપિયાની ભેટ આપી હતી. જ્યારે થોડા વર્ષો અગાઉ મુંબઈમાં બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતેની વિકેટમાં બાઉન્સ નથી તેવા અહેવાલ પ્રકાશિત થતા જ અમદાવાદમાં બેઠાં બેઠાં કાળુભાઇએ સુધારા-વધારા કરવા અધિકારીઓને વાત કરી હતી. જે વાત અધિકારીઓએ માની અને કાળુભાઇના કહેવા પ્રમાણે પીચમાં સુધાર-વધારા કર્યા હતા. આ વાતને લઇને કાળુભાઇની પ્રસંસા થઇ હતી. કાળુભાઇને શરૂઆતમાં મોટેરા સ્ટેડિયમમાં દિવસના માત્ર સાત રૂપિયા જ મળતા હતા.

કાળુભાઇએ જણાવ્યું 1983માં મોટેરાની પહેલી પીચ કઇ રીતે બની

કાળુભાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 1983માં પીચ બનાવવામાં રબ્બર, માટી, ઘાસ લગાવાતું. વર્ષ 1988માં જ્યારે મોટેરા સ્ટેડિયમની આખી પીચ ખોદીને નવી બનાવાઇ જેમાં ઇટો અને કપચી-રેતીનો ઉપયોગ કરાયો હતો. જોકે, હાલમાં નદીની રેત અને માટી દ્વારા પીચ બનાવવામાં આવે છે. કાળુભાઈએ વધુમાં કહ્યું કે, મારી કારકિર્દી દરમિયાન શરૂઆતમાં એક પીચ બનાવવા પાછળ 1.30 લાખ ખર્ચ હતો. જોકે, સમય જતાં હાલમાં પીચ બનાવવા બે લાખથી પોણા બે લાખ સુધીનો ખર્ચ થાય છે અને મુંબઈથી માટી અને ગુવાહાટીથી સ્પેશિયલ ઘાસ મંગાવવામાં આવે છે.

કાળુભાઈએ જણાવ્યુંકે હું મજૂર જ જતો, પણ પીચ કેવી રીતે બનાવવી એ હું શીખી ગયો હતો. કંઇ પીચ પર કેટલા રન થશે? એ હું અંદાજો લગાવી શકતો. મારા 36 વર્ષ મોટેરા સ્ટેડિયમમાં ગયા છે. આ સમયગાળા દરમિયાન મેં ચેન્નઈનું સ્ટેડિયમ, મુંબઇનું વાનખેડે સ્ટેડિયમ સહિત બે હજાર પીચ બનાવી છે. કાળુભાઈ વધુમાં જણાવ્યું કે, મોટેરા સ્ટેડિયમમાં જ્યારે જ્યારે મેચ યોજાતી હતી, ત્યારે ધોની, સેહવાગ, દ્રવિડ સહિતના ખેલાડીઓ મેચો રમ્યા પહેલાં મારી પાસે આવતા અને હું ના દેખાઉં તો હાજર સ્ટાફને કહેતા ‘કાલુભાઈ કહા હે?’ તેમજ મારી પાસે આવી સમગ્ર પીચ મામલે પૂછતા કે. અહિંયા પહેલાં બેટિંગ લેવાય કે બોલિંગ..? 2015માં ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન મને મહેન્દ્રસિંહ ધોનીએ પુછ્યું હતું અને આ મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે દ્રવિડે પણ સલાહ લીધી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version