Published By:-Bhavika Sasiya
- સાઉદી ક્લબ અલ હિલાલ સાથે નહીં જોડાય સ્ટાર ફૂટબોલ ખેલાડી કીલિયન એમ્બાપે…
- ફ્રેન્ચ સ્ટારે 2725 કરોડ રૂપિયાની ઓફર ફગાવી..
વિશ્વમાં ફૂટબોલ ની રમત ખુબ પ્રચલિત છે. આ રમતમાં સ્ટાર ખેલાડીઓને કરોડો રૂપિયાની કમાણી થાય છે તાજેતરમા ફ્રેન્ચ સુપરસ્ટાર ફુટબોલર કીલિયન એમ્બાપેનો પેરિસ સેન્ટ જર્મન સાથેનો કરાર સમાપ્ત થવાનો છે, તે પહેલા ક્લબે તેને નવી ટીમ શોધવાનો આદેશ આપી દીધો છે. હવે એમ્બાપે ટ્રાન્સફર માર્કેટમાં ઉપલબ્ધ છે. ત્યારે ઍવી ચોંકાવનારી માહિતી મળી રહી છે કે, કીલિયન એમ્બાપેએ સાઉદી ક્લબ અલ હિલાલ સાથે જોડાવાનો પ્રસ્તાવ ખુબ સહજતાથી ઠુકરાવી દીધો છે.
આ અંગે વિગતે જોતા સાઉદી ક્લબે એમ્બાપે માટે 300 મિલિયન યુરો એટલેકે 32725 કરોડ રૂપિયા ની ભારે બોલી લગાવી હતી. પરંતું આ ઑફર સ્ટાર ખેલાડીએ ઠુકરાવી દીધી છે આ સાથે જ સાઉદી ક્લબની મહત્વાકાંક્ષાઓને ફટકો પડ્યો છે.
અલ હિલાલના અધિકારીઓ બ્રાઝિલના ફોરવર્ડ માલ્કમ સાથેની ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે હાલ ફ્રાન્સમાં છે. ત્યારે તેઓ એમ્બાપેને મળવા માગતા હતા. જો કે, એમ્બાપેએ સાઉદી ક્લબ સાથે જોડાવવામાં કોઈ રસ દાખવ્યો નથી એમ્બાપે રીઅલ મેડ્રિડમાં જોડાવાના ઈરાદા સાથે આગામી સિઝનના અંતે ફ્રી એજન્ટ બનવાની યોજના બનાવી રહ્યો છે.
એમ્બાપે ઘણી વખત કહી ચૂક્યો છે કે તેનો ફેવરિટ પ્લેયર રોનાલ્ડો છે અને તે પણ તેની જેમ રિયલ મેડ્રિડ ટીમ સાથે રમવા માંગે છે. વર્ષ 2018થી એમ્બાપે PSG ક્લબ સાથે જોડાયેલો છે. અગાઉ તે AS મોનાકો સાથે જોડાયેલો હતો, જે ફ્રાન્સની બીજી સૌથી મોટી ક્લબ છે.