Home Food સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને સમજ આપવા વિશેષ સેમિનાર…

સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને સમજ આપવા વિશેષ સેમિનાર…

0

Published By:-Bhavika Sasiya

  • પાણીજન્ય રોગ ચાળાના કારણે તંત્રએ પાણીપુરી ના વિક્રેતાઓ ઉપર તવાઈ બોલાવ્યા બાદ આયોજન
  • વડોદરા મહાનગરપાલિકા દ્વારા હવે પાણીપુરીના વિક્ર્તાઓને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના નિયમ અનુસાર પાણીપુરીના વિક્ર્તાઓને સમજ આપવામાં આવી રહી છે કે કેવું પાણી અને કેવી સામગ્રી ઉપયોગમાં લેવી.

વડોદરામાં પાણીજન્ય રોગચાળો વધતા તંત્ર હરકતમાં આવી ગયું હતું. અને મહાનગરપાલિકા દ્વારા પાણીપુરીના વિક્રેતાઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી સતત ત્રણ દિવસથી પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગનું ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અને અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન મહાનગરપાલિકા દ્વારા પાણીપુરીના વિક્ર્તાઓ માટે ખાસ ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. દસ દિવસ સુધી 500 જેટલા પાણીપુરીના વિક્રેતાઓને આ ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે અને લોકોને કઈ પ્રકારનો આહાર આપવો ઉપરાંત પાણીપુરીમાં કઈ પ્રકારની સામગ્રી વાપરવી અને કઈ પ્રકારનું પાણી વાપરવું જે લોકોને નુકસાન ન પહોંચાડે તે અંગેની માહિતી આપવામાં આવશે. કેન્દ્ર સરકારના આદેશ અનુસાર આ આયોજન કરવામાં આવ્યું છે.

આ સેમિનારમાં શહેરના વિવિધ વેપારીઓએ ભાગ લીધો હતો ખાસ કરીને મોટા પાણીપુરીના વેપારીઓ આ સેમિનારમાં જોડાયા હતા અને તેઓએ આ કામગીરીને બિરદાવી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version