Published By : Disha PJB
આજની વ્યસ્ત જીવનશૈલીમાં લોકોને તણાવમાં ગરકાવ થઇ જતા વાર લાગતી નથી. માનસિક તણાવ અને ચિંતા યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.
કેટલાક સમજદાર લોકો તણાવથી બચવા યોગ, પ્રાણાયમ, મેડિટેશનનો સહારો લે છે, પરંતુ એ માટે પણ સમય નહીં ફાળવી શકતા લોકો દવાનો સહારો લે છે. જે તેની આડઅસરો સાથે લાવે છે. લાંબા ગાળે તેનાથી નુકશાન થઇ શકે છે.
તણાવ દૂર કરવામાં ગાજર લાભદાયી :
ગાજરને કાચું ખાવાથી, સલાડ રૂપે સેવન કરવાથી, જ્યૂસ બનાવીને પીવાથી તમે તણાવ દૂર કરી શકો છો. ગાજરમાં વિટામિન એ, સી અને કે તથા પોટેશિયમ હોય છે. જેનાથી તણાવ દૂર કરવામાં રાહત મળે છે.
પાલકથી મળશે રાહત :
પાલકમાં એન્ટી-સ્ટ્રેસ અને એન્ટી-ડિપ્રેસિવ ગુણધર્મ રહેલા છે, જે ચિંતા અને તણાવ દૂર કરવામાં સહાયક છે. પાલકનું શાક બનાવીને અથવા તેનો જ્યૂસ બનાવીને સેવન કરવાથી તણાવ અને ચિંતાથી રાહત મળે છે
સ્ટ્રોબેરી :
સ્ટ્રોબેરીમાં એન્ટી-ઓક્સિડેન્ટ ગુણધર્મ રહેલા છે. જે ચિંતા અને તણાવ દૂર કરવામાં સહાય કરે છે. તથા રિલેક્સ થવાનો અનુભવ થાય છે.
બદામ, લવન્ડર તેલથી મેળવો રાહત :
બદામ, લવન્ડર તેલમાં એન્ટી-એંગ્ઝાઈટી ગુણધર્મ રહેલા છે. જે તણાવ અને ગભરામણથી રાહત આપે છે. નિયમિતરૂપે તેનાથી હેડ મસાજ કરવાથી તણાવ દુર થઇ શકે છે.