Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratસ્વચ્છતાના મામલે વડોદારા જીલ્લાની ઇટોલીની શાળા દેશમાં છઠ્ઠા ક્રમે...

સ્વચ્છતાના મામલે વડોદારા જીલ્લાની ઇટોલીની શાળા દેશમાં છઠ્ઠા ક્રમે…

  • શાળાની બાળ સાંસદ પરિસરમાં કચરો-પ્લાસ્ટિક ભેગા થવા દેતી નથી
  • નેશનલ ક્લીન સ્કૂલ એવોર્ડ 2022માં વડોદરાની શાળા ટોપ-10માં

નેશનલ લેવલની સ્વચ્છ વિદ્યાલય તરીકે ઇંટોલીની પ્રાથમિક શાળાએ છઠ્ઠા ક્રમનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. શાળાનું ઇન્ફ્રાસ્ટ્રકટર, સ્વચ્છતા, શાળામાં કચરાના નિકાલની વ્યવસ્થા, પ્લાસ્ટિક ફ્રી કેમ્પસને પગલે આ એવોર્ડ મળ્યો છે. ભારત સરકારના શિક્ષણ વિભાગે દેશના વિવિધ રાજયોની પ્રાથમીક સ્કૂલો માટે સ્વચ્છતા પુરસ્કારની જાહેરાત કરી છે. વિવિધ રાજયોમાંથી સરકારી સ્કૂલોએ ભાગ લીધો હતો. ગુજરાતમાંથી 10 જેટલી શાળાઓની પસંદગી થઇ છે. જેમાં ટોપ 10માં ગુજરાતની 3 શાળાઓનો સમાવેશ થયો છે. જેમાં છઠ્ઠા નંબરે વડોદરાની વાઘોડિયા તાલુકાની ઇંટોલી પ્રાથમીક શાળાએ ક્રમ મેળવ્યો છે.

નેશનલ ક્લીન સ્કૂલ એવોર્ડ 2021-22ની યાદી કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ વિભાગ, ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. જેમાં ગુજરાતની 10 સ્કુલોને રાષ્ટ્રીય સ્વચ્છ સ્કૂલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે. રાજ્ય કક્ષાની 26 શાળાઓમાં કેન્દ્રીય ટીમ, દિલ્હી દ્વારા ભાગ લેનાર સ્કૂલોની ચકાસણી કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના વાઘોડીયા તાલુકાની ઇંટોલા પ્રાથમીક શાળાએ દેશભરમાં છઠ્ઠો ક્રમ મેળવ્યો છે.

શાળાના આચાર્ય મહેશ પટેલે જણાવ્યું હતું કે સૌ-પ્રથમ જિલ્લા કક્ષાએ એવોર્ડ મળ્યો હતો ત્યાર બાદ રાજયકક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત થયો હતો. ત્યાંથી જ રાષ્ટ્રીય કક્ષાએ નોમીનેશન કરવામાં આવ્યું હતું. શાળામાં હેન્ડ વોશ કરવા માટે 10 નળ સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે. સફાઇ પર યોગ્ય ધ્યાન અપાય છે. પાણીનો નિકાલ કીચન ગાર્ડન તથા ઓષધીય ગાર્ડનમાં થાય છે. શાળાના વિદ્યાર્થીઓની બાળ સાંસદ બનાવી છે તેના દ્વારા સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે. સમગ્ર શાળાનું કેમ્પસ પ્લાસ્ટીક ફ્રી ઝોન રાખવામાં આવ્યું છે. એક મોટો શેડ વેસ્ટમાંથી બનાવવામાં આવ્યો છે જેની નીચે ડાઇનીંગ ટેબલ પર જ બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!