Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchસ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ ફેઝ 2 શેરીનાટકના અંતર્ગત કાર્યક્રમો

સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ ફેઝ 2 શેરીનાટકના અંતર્ગત કાર્યક્રમો

  • આગવી વેશભૂષા અને લોકબોલીમાં જ્ઞાન સાથે ગમ્મત પિરસતો સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે શેરીનાટક

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ ફેઝ 2 અંર્તગત નેત્રંગ તાલુકાના જુદાં- જુદાં ગામોમાં ઘન કચરો તેમજ પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટે શેરીનાટકના કાર્યક્રમો યોજાયા

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કંબોડીયા,અરેઠી અને કવચિયા ગામ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ ફેઝ 2 અંર્તગત ઘન કચરો તેમજ પ્રવાહી કચરાના વ્યવસ્થાપન અંગે લોકોમાં જનજાગૃતિ લાવવા શેરીનાટકના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

શેરી નાટક થકી સ્વચ્છતા રાખવાની આદત કેળવાઈ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી

આ કાર્યક્રમમાં ગ્રામિણ વિસ્તારના લોકોને નાટક ભજવતા કલાકારો દ્વારા તે વિસ્તારમાં બોલાતી લોકબોલી સાથે પરંપરાગત વેશભૂષાના વિનિયોગ થકી ઘન કચરો તેમજ પ્રવાહી કચરાના વ્યવસ્થાપન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી જ્ઞાન સાથે ગમ્મત પિરસતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના દ્વારા કરવામાં આવ્યું હતું. આગવી વેશભૂષા અને લોકબોલીમાં શેરી નાટક થકી સ્વચ્છતાનો સંદેશો આપવા રહ્યો છે.ત્યારે સ્વચ્છતા રાખવાની આદત કેળવાઈ અને ભાવી પેઢીને ઉજજવળ ભવિષ્ય આપી શકાય માટે લોકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

નેત્રંગ તાલુકામાં યોજાયેલા શેરી નાટકના કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના જિલ્લા કો-ડીનેટર દીપકભાઈ પટેલ, નેત્રંગ તાલુકાના બ્લોક કો-ડીનેટર દિનેશ વસાવા, આઈઈસી એક્ષ્પર્ટ જયેશભાઈ પટેલ, ક્લસ્ટર કો-ડીનેટર સતિષભાઈ તેમજ પ્રિયંકાબેન તેમજ ગામના સરપંચઓ અને પૂર્વ તાલુકા પ્રમુખ મગનભાઈ વસાવા તેમજ શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગામલોકોએ હાજરી આપી શેરી નાટકના કાર્યક્રમને માણ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security