- દિકરીને કલર પીંછીનાં સહારે કલાપ્રેમી બનાવી
- માતા પિતા અને સ્વજનોના પ્રેમ અને હૂંફના પરિણામે દિવ્યાંગ દીકરી કલાકાર બનવામાં સફળ થઈ છે
આ પ્રેરણા આપતી ધટનાની વિગત જોતા ઊનાના દેલવાડા રોડ પર પાનની દુકાન ધરાવતા એક પરિવારનાં ઘરે દિયાનો જન્મ વિકલાંગ થયો હતો. વિકલાંગ દિકરીને માતા-પિતા દ્વારા સકારાત્મક ઉર્જા સતત આપવામાં આવી રહી છે. અને 19 વર્ષીય દિકરીને કલર પીંછીના સહારે કલા કૌશલ્ય પ્રેમી બનાવતા દીયાનું જીવન ખૂબજ પ્રકાશમય બની ગયું છે.
સંગીત, સાહિત્ય, ચિત્રોમાં સકારાત્મક રીતે આગળ વધી રહેલી દિયાની જીંદગી ધડતર અને શ્રેષ્ઠ કારકીર્દિ બનાવવા વિકલાંગતાનો બોજ નહીં પણ આત્મનિર્ભર બની શકી છે. જીંદગી જીવી શકાય તેવા ભગવાન સ્વરૂપ માતાપિતાનો વ્હાલ સાથે દિયાનું સર્જન કરી રહ્યા છે. દેલવાડા રોડ ઉપર પાનની કેબીન ધરાવતાં પરેશભાઈ ગોસાઈ મહેનત મજૂરી કરીને પરીવારનું ભરણપોષણ કરે છે.
તેમને મોટી દિકરી દીયા 19 વર્ષની જન્મથી જ વિકલાંગ છે. તેમજ પુત્ર હિત ગોસાઈ છે. પરંતુ દિકરીનાં પાલન-પોષણ સાથે શિક્ષિત બનાવી રહ્યા છે. હાલમાં એમ.એસ.આર્ટ યુનિ.અમદાવાદમાં બીજાં વર્ષમાં અભ્યાસ કરતી દિકરી પગે ચાલી શક્તી ન હોય તેને તેડીને શાળા સુધી પહોંચવામાં માતા-પિતા મદદ કરે છે.
અભ્યાસમાં દિયાનાં જીવનમાં કોઈ ઉણપ ન રહે તેના આત્મવિશ્વાસને મજબુત બનાવવા માતા કામીબેન તેમજ પિતા પરેશભાઈ ગોસાઈ તેને પ્રોત્સાહન આપી રહ્યાં છે. સંગીત, સાહિત્ય, ચિત્રો કલા કૌશલય પ્રત્યે પ્રેમ પુરો પાડે છે. દિયા પણ સકારાત્મક પરિણામ આપવા સતત મહેનત કરી માતા-પિતાની ઉર્જાને ધ્યાને રાખીને કલર પીંછી સહારે અપેક્ષા કરતાં વધુ શ્રેષ્ઠ કારકીર્દિ બનાવવાં ધ્યાન આપી રહી છે.દિયાએ બનાવેલાં ઉજ્વળ ભવિષ્યનાં ચિત્રો અદભુત છે દિયા ફટાફટ ચિત્રો આગળીનાં સહારે પીંછીની કલા સાથે બનાવી દે છે. દિયાએ દોરેલાં અદભુત ચિત્રોમાં મહાત્મા ગાંધી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, તેમજ પશુ પક્ષીઓ કુદરતી દ્રશ્ય ગ્રામિણ વિસ્તારોનું જીવન સંસ્કૃતિ રંગીન કલર પીંછી વડે કલાકૃતિઓ આકર્ષણ પુરૂં પાડે છે એટલું નહિં વિવિધ ધર્મનાં મસીહાનાં કલાત્મક ચિત્રો દોરવા તેને જરાપણ મુશ્કેલી અનુભવતી નથી.
પિતા પરેશભાઈએ જણાવ્યું હતુ કે, જ્યારે પણ કોઈ શાળામાં ચિત્રની સ્પર્ધા હોય તો તેમાં દિયા ખાસ ભાગ લે જ છે. દિયા ચાલી શકતી નથી. પણ તેને તેડીને સ્પર્ધાત્મક પ્રવૃત્તિના સ્થળે લઈ જવાય છે. ત્યાં આત્મવિશ્વાસ સાથે ચિત્રો દોરી ઈનામ મેળવે છે. દિયા જન્મ જાત કમરનાં નિચેનાં ભાગે સેન્સ કુદરતી નથી તેનાં કારણે ટોઇલેટ બાથરુમની ખબર રહેતી નથી . જૉકે તેની સારવાર ચાલી રહી છે.