Published By:-Bhavika Sasiya
ઓરેન્જ-પપૈયા સ્મૂધી બનાવવા માટે સામગ્રી માં પપૈયાના ટુકડા, નારંગી, સ્ટ્રોબેરી ક્રશ , 1 ચમચી મધ, જરૂર મુજબ પાણી,3-4 બરફના ટુકડા લઈ લો. સ્મૂધી બનાવવા માટે પહેલા પપૈયાની છાલ ઉતારી લો અને પછી તેના નાના-નાના ટુકડા કરી એક બાઉલમાં રાખો. હવે નારંગીને કાપીને એક બાઉલમાં તેનો રસ કાઢો. હવે મિક્સર જારમાં પપૈયાના ટુકડા અને નારંગીનો રસ નાખીને બ્લેન્ડ કરો. હવે મિક્સર જારમાં પપૈયાના ટુકડા અને નારંગીનો રસ નાખીને બ્લેન્ડ કરો. આ પછી સ્મૂધીમાં જરૂર મુજબ પાણી ઉમેરો અને એક-બે વાર બ્લેન્ડ કરો. ઓરેન્જ-પપૈયા સ્મૂધી તૈયાર છે. તેમાં થોડા બરફના ટુકડા ઉમેરો અને 10 મિનિટ સુધી ઠંડુ થવા માટે ફ્રીજમાં પણ મુકી દો . અને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરો.
આ સ્મૂધી ઉનાળાની ઋતુમાં ધણૂ લાભ દાયક છે.વિટામિન સી થી ભરપૂર નારંગી અને પપૈયા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. અને શરીરની ઉર્જા જાળવી રાખવામાં પણ મદદ કરે છે. ઓરેન્જ-પપૈયા સ્મૂધી બાળકો તેમજ મોટી ઉંમરના લોકો માટે હેલ્ધી ડ્રિંક છે તેને બનાવવુ સરળ છે. અને વધારે સમય પણ નથી લાગતો. ઓરેન્જ-પપૈયા સ્મૂધી સ્વાદ અને સ્વાસ્થય માટે એક સારું પીણું છે