Home News Update હથેળી જેટલા નાના અને પ્રેગનેંસીના ચોથા મહીને જ જન્મેલા જોડિયા બાળકો…

હથેળી જેટલા નાના અને પ્રેગનેંસીના ચોથા મહીને જ જન્મેલા જોડિયા બાળકો…

0

Published By : Disha PJB

બાળકોનો જન્મ સામાન્ય રીતે નવ મહિના બાદ થતો જોવા મળે છે. જો નવ મહિના પહેલા બાળકનો જન્મ થાય તો અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે. આવા કેસમાં બાળકોનું જીવિત રહેવું પણ મુશ્કેલ હોય છે.

હાલમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. એક મહિલાએ બે જુડવા બાળકોને જન્મ આપ્યો છે, જેમાં બાળકોનું બચવું ખૂબ જ મુશ્કેલ છે.

બાળકોનું વજન 330 ગ્રામ અને 420 ગ્રામ છે, જ્યારે બાળકના કદની વાત કરીએ તો માત્ર હથેળી જેવડું જ બાળકનું કદ છે. ગર્ભાવસ્થાના માત્ર ચાર મહિના બાદ જન્મેલા બાળકો જીવત રહેશે કે નહીં તે અંગે કહેવું હાલ ખૂબ જ મુશ્કેલ છે. ડોક્ટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ બાળકોની જીવવાની શક્યતા 0% છે.

આમ છતાંય માતા પિતાએ હિંમત હારી નથી અને બાળકોને બચાવવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરી રહ્યા છે. આજે બાળકો સુરક્ષિત છે માતા પિતાએ પુત્રી અને પુત્ર નું નામ અદિયા અને એડ્રિયલ રાખ્યું છે.

આ સાથે હાલ આ બંને બાળકોએ પોતાનો પહેલા જન્મદિવસની ઉજવણી કરી હતી. તેની જ સાથે બંને બાળકોનું નામ દિનેશ બુકમાં નોંધવામાં આવ્યું છે. વિશ્વના સૌથી પ્રિ-મેચ્યોર જોડિયા બાળક તરીકે અદિયા અને એડ્રિયલનું નામ નોધવામાં આવ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version