ગાંધીનગરના રાયસણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાએ ૧૦૦ વર્ષની જૈફ વયે દેશભક્તિનુ ઉદાહરણ પૂરુ પાડ્યું
ગાંધીનગર : આજથી દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કરાયું છે. દરેક ઘર, દરેક ઓફિસ, દરેક ઈમારત પર તિરંગો લહેરાઈ રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાએ પણ ગાંધીનગર સ્થિત પોતાના ઘરમાં તિરંગો લહેરાવ્યો હતો. 100 વર્ષની વય વટાવી ચૂકેલા હીરાબાએ દેશભક્તિની અનોખી મિશાલ રજૂ કરી છે.

હિરાબાએ પોતાના ઘરની નજીકમાં આવેલ ગુડાના મકાનોમાં રહેતાં મધ્યમવર્ગિય અને સામાન્ય પરિવારનાં બાળકોને તિરંગાનું વિતરણ કર્યું, ત્યારે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. હીરાબા સાથે તિરંગો લહેરાવતા બાળકો પણ ગેલમાં આવી ગયા હતા.