Published By : Aarti Machhi
સમગ્ર દેશમાં હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજી લોકોને રાષ્ટ્રધ્વજ સાથે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગ આપવા ઠેર ઠેર લોકજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ભરૂચ નગરપાલિકા દ્વારા પણ ફાયર સ્ટેશનથી ભરૂચ પાંચબત્તી સર્કલ, સેવાશ્રમ રોડ શક્તિનાથ થઈ સિવિલ રોડથી નગરપાલિકાના સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.
આ તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ,ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ અક્ષય પટેલ, નગરસેવકો, ફાયર વિભાગના કર્મચારીઓ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા