Published By:-Bhavika Sasiya
- ભારત અને વિશ્વના સફળ ઉદ્યોગપતિ પૈકીના એક એવા મુકેશ અંબાણીને હવામાનના પડકારો વિશેની વૈશ્વિક સમિતિમાં સામેલ કરવામા આવ્યા છે…
આજના સમયમાં ગ્લોબલ કલાઈમેંટ ચેન્જ એ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે વધતી જતી પર્યાવરણની સમસ્યાઓ સાથે ઝડપી ઓદ્યોગિક વિકાસ અને અન્ય પડકારો વચ્ચે હવામાનના પડકારો જાણવા અને સમજવા ખુબ જરૂરી થઈ છે. ત્યારે ભારતનાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને હવામાનના પડકારો અંગેની વૈશ્વિક સ્તરની સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. મુકેશ અંબાણી રિલાયન્સ કંપનીમાં હવામાન અંગે વિવિઘ અને આગવી આગોતરી કામગિરી અંગે જાણીતા છે તેથીજ તેમને આ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. સમિતિમાં સમગ્ર વિશ્વમાંથી 31સભ્યોનો સમાવેશ આખા વિશ્વ માંથી કરવામા આવ્યો છે ત્યારે આ સમિતિ કાર્બન ફૂટપ્રિન્ટ સહીતના ગ્લોબલ પર્યાવરણની સમસ્યાઓ અંગે ચર્ચા વિચારણા કરી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે.