Published by : Rana Kajal
આગામી દિવસોમાં ખાડી દેશોમાં પણ ભારતીય ટ્રેનો દોડે તેવી શક્યતા જણાઈ રહી છે. અલબત્ત હજી આ પ્રોજેક્ટ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.. હાલમાં ભારત, અમેરિકા અને ખાડી દેશો સાઉદી અરબ ભેગાં મળીને ઍક મહત્વના રેલ પ્રોજેક્ટ અંગે ચર્ચા વિચારણા કરી રહ્યા છે આ રેલ પ્રોજેક્ટ મધ્ય અને પૂર્વને જોડવા અંગે મહત્વની ભુમિકા ભજવશે. તેમજ સમુદ્ર થકી ભારત અને દક્ષિણ એશિયા સાથે જોડશે.આ યોજના સાકાર થશે તો સાઉદી, યુએઈ સહિતના ખાડી દેશોમાં ભારતીય ટ્રેન દોડતી થશે.