ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ બાદ જ હવે રાજ્યની 4000 પંચાયતોની ચૂંટણીઓ યોજી શકાશે. આ અંગે વિગતે જોતાં દેશની સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગ્રામ પંચાયતોમાં OBC અનામત ફાળવવી જરુરી થઈ જતાં ગુજરાત સરકારે નિવૃત્ત જસ્ટિસ એસ કે ઝવેરીના નેતૃત્વ હેઠળ OBC આયોગની રચના કરી હતી. આ આયોગ તેનુ કાર્ય કરી રહ્યુ છે પરંતુ રાજ્યમાં OBC અનામત અંગે વિવિધ સમાજ અને રાજકીય પક્ષોની પણ સુનાવણી કરવાની હોય તેમજ આયોગ દ્વારા એહવાલ રજૂ કરવાનો હોય તે અંગે વધુ સમય લાગે તેવી સંભાવના જણાઈ રહી છે તેથી રાજ્યની વિધાનસભાની ચૂંટણી બાદ 4000 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજી શકાશે એમ જણાઈ રહ્યું છે.
હવે ગુજરાત વિધાસભાની ચૂંટણી બાદ જ 4000 જેટલી પંચાયતોની ચૂંટણી યોજી શકાશે ….
RELATED ARTICLES