Published by : Rana Kajal
અમને સંસદમાં ન બોલવા દીધા તો અમે રસ્તા પર ઉતરી આવ્યા…. વિદેશમાં રાહુલ ગાંધીએ ઉઠાવ્યા વિવિઘ પ્રશ્નો…
હાલ જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે ત્યારે તેઓ દરરોજ વિવાદિત નિવેદનો આપી રહ્યા છે. રાહુલ ગાંધી સિલિકોન વેલી સ્થિત સ્ટાર્ટ અપ ઉધોગપતિઓ સાથે બેઠક કર્યાં બાદ સ્ટેન ફોર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું રાહુલે જણાવ્યુ હતુ કે ફોન ટેપિંગ મુદ્દો ખુબ ગંભીર છે. દરેક વ્યક્તિના ડેટાની યોગ્ય સુરક્ષા થવી જોઈએ તેના માટે નિયમો બનાવવા પણ જરૂરી છે. તેમણે એમ પણ જણાવ્યુ કે માનહાની કેસમા સૌથી વધુ સજા મળી જૉકે સાંસદ સભ્ય ગુમાવ્યા બાદ પણ તેમને પદયાત્રા દ્વારા લોકોની સેવા કરવાની તક મળી હોવાનું જણાવ્યું હતું. સંસદમાં ભલે ન બોલવા દીધા પરંતું અમારો અવાજ વધુ બુલંદ થયો છે. સાથેજ રાહુલે જણાવ્યુ હતુ કે ભારતમાં વિપક્ષની ભુમિકા ભજવવી આસાન નથી.