Published by : Rana Kajal
ઉનાળો આવે એટલે બરફનો ગોળો ખાવાનું મન થઈ જાય છે. શહેરની ગલીઓમાં બરફના ગોળાની લારી લાગી જાય છે. કલરફૂલ આઈસ ગોલા જોતા મોંમાં પાણી આવી જાય છે. ત્યારે હવે તો વિસ્કી, વોડકા, રમ અને બિયરના પણ નોન આલ્કોહોલ બરફના ગોળા મળે છે. અમદાવાદના જજીસ બંગલાના વિસ્તારમાં છેલ્લાં 9 વર્ષથી એકતાબેન ભટ્ટ જે બરફના ગોળા બનાવે છે. જેમાં અવારનવાર તેઓ બરફના ગોળાની ફ્લેવર્સમાં વધારો કરતા હોય છે. હાલ તેમની પાસે 40 કરતા પણ વધુ ફ્લેવર્સ તૈયાર છે. તે કોઈ પણ મિલાવટ વગર પોતાના ઘરે જ સિરીપ તૈયાર કરે છે. આલ્કોહોલવાળા ગોળાની ફ્લેવર્સ બનાવા પાછળનું કારણમાં એકતાબેનનું માનવું છે કે જો કોઈને નશો ના છૂટતો હોય તો આ નશો છોડવા માટે આ નોન આલ્કોહોલ ફ્લેવર્સ આપીએ છીએ, જેનાથી ફ્લેવર્સ તો દારૂ જેવી મળે છે પરંતુ તે શરીર માટે હાનિકારક નથી. નશો કરી પોતાના હેલ્થને નુકશાન ન થાય અને શરીર તંદુરસ્ત રહે….
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/Ice-Gola-2-1024x576.webp)