Published by: Rana kajal
હવે ભારતમાં અમેરિકાના સહયોગથી ફાયટર વિમાનના એન્જીન તૈયાર થશે.વડાપ્રધાન નરેંદ્ર મોદી હાલ જ્યારે અમેરિકાની મુલાકાતે છે ત્યારે આ સમજૂતી થઈ હતી… પીએમ મોદીની અમેરિકાની મુલાકાતમાં ભારતને પહેલો ફાયદો થયો છે અમેરિકાના સહયોગથી ભારતમાં હવે બનશે લડાકૂ વિમાનોના એન્જિન જે અંગે GE એરોસ્પેસ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ વચ્ચે કરાર થયા છે તેથી હવે ભારતીય વાયુસેનાના લડાકૂ વિમાનો માટે ભારતમા એન્જિન બનશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની સત્તાવાર મુલાકાત દરમિયાન અમેરિકન કંપની GE એરોસ્પેસે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) સાથે ભારતમાં ફાઇટર એરક્રાફ્ટ એન્જિનના સંયુક્ત ઉત્પાદન માટે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. GE એરોસ્પેસે ભારતીય વાયુસેનાના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (એલસીએ)-એમકે-2 તેજસના જેટ એન્જિનના સંયુક્ત ઉત્પાદન માટે એચએએલ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારને મહત્વનો માનવામાં આવી રહ્યો છે. યુએસ સ્થિત કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ કરારમાં ભારતમાં જીઇ એરોસ્પેસના એફ 414 એન્જિનના સંયુક્ત ઉત્પાદનની સંભાવનાનો સમાવેશ થાય છે અને જીઇ એરોસ્પેસ આ હેતુ માટે જરૂરી નિકાસ અધિકૃતતા પ્રાપ્ત કરવા માટે અમેરિકન સરકાર સાથે કામ કરવાનું ચાલુ રાખશે. એમ જણાવ્યું હતું…