Published by : Vanshika Gor
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના નવા મંત્રી મંડળમાં કાર્યશૈલીમાં અનેક સુધારા અને નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. મંત્રીઓના કાર્યાલયમાં તબક્કાવાર નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન જ્યારે પ્રમુખસ્વામીનગરની મુલાકાતે આવ્યા હતા. આ અરસા દરમિયાન વડા પ્રધાને અમદાવાદ એરપોર્ટ ખાતે આવેલા ગુજસેલ ખાતે તમામ મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન વડા પ્રધાને મંત્રીઓને કેટલાક સુચનો કર્યા હતા. આ સુચનોનું અમલ મુખ્યમંત્રી સહિત મંત્રીઓ પોતાના કાર્યલયમાં અમલવારી કરી રહ્યા છે. વડા પ્રધાનના સુચન અનુસાર હવે મંત્રીઓને મળવા આવનાર મુલાકાતીઓ માટે ડિજીટલ એપોઇમેન્ટ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના કાર્યાલયમાં ઓનલાઇન એપોઇનેન્ટ સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે. અગામી સમયમાં તમામ મંત્રીઓ ઓનલાઇન એપોઇમેન્ટ સિસ્ટમનો અમલ કરશે.
હવે મંત્રીઓને મળવા માટે ઓનલાઇન એપોઇમેન્ટ લેવી પડશે
મંત્રીઓને મળવા માટે અત્યાર સુધી સીધા કાર્યલાય જઇને એક પરચી ભરીને મુલાકાત મેળવી શકાતી હતી. હવે મુલાકાતીઓએ ઓનલાઇન એપોઇમેન્ટ લેવાની રહેશે. મંત્રીઓના કાર્યાલય બહાર મોબાઇલ બોક્સ પાસે ક્યુઆર કોર્ડ લગાવમાં આવ્યો છે. આ કોડને ગુગલ લેન્સ અથવા કેમેરા માધ્યમથી સ્કેન કરવાથી તેમાં મુલાકાત માટેની જરુરી વિગતો ભરવાની હોય છે. આ વિગતોમાં મુલાકાતીનું નામ, મોબાઇલ નબંર, શહેરી વિસ્તાર થવા ગામનું નામ, જિલ્લો, મુલાકાતનો હેતુ, રજૂઆત માટેના જરુરી પુરાવા અપલોડ કરવા માટેનો ઓપ્શન આપવામાં આવ્યો છે. આમ મુલાકાતી ઓનલાઇન એપોઇમેન્ટ મેળવશે તો તેને મુલાકાતની તારીખ અને સમય મોબાઇલ મેસેજ મારફતે મળી જશે.
મંત્રીઓએ વિભાગોની આંચિતી મુલાકાત કરવી
વિભાગોની ઓચિંતી મુલાકાતની શરુઆત મુખ્યમંત્રીએ અમદાવાદ જિલ્લા પોલીસ વડાની કચેરીથી કરી હતી. ત્યાર બાદ તબક્કાવાર તમામ મંત્રીઓ પોતાના વિભાગની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ ઉપરાંત સરકારની તમામ ખરીદી પણ ઝેમ પરથી કરવાની સુચનાનું અમલ થઇ રહ્યો છે. મંત્રીઓના કાર્યાલયમાં પણ ખાનગી માણસો કામ કરતા હતા તેમને પણ દૂર કરવામાં આવ્યા. અત્યાર સુધી મંત્રીઓના પીએ ખાનગી માણસો રહેતા હતા પણ હવે સરકારી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.