Published by : Anu Shukla
- લાંબી કતારો વિના કેદારનાથ-બદ્રીનાથ સહિત ચારેય ધામોમાં શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે
- ઉત્તરાખંડ સરકારે બનાવી યોજના
હિંદુઓ માટે મહત્વની ઍવી કેદારનાથ-બદ્રીનાથ સહિત ચારધામ યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. હવે યાત્રાળુઓએ ત્રાસદાયક લાબી કતારોમા ઉભા નહિ રહેવું પડે.ઉત્તરાખંડ સરકારે તીર્થયાત્રીઓ માટે મંદિરોના દર્શન માટે યોજના બનાવી છે.
આ વર્ષે ચારધામ યાત્રામાં ભક્તોએ દર્શન માટે કલાકો સુધી કતારમાં ઊભા રહેવું નહીં પડે. દરેક યાત્રીઓને ધામમાં દર્શન માટે પૂરતો સમય મળશે. યાત્રાળુઓને બાકીનો સમય આરામ, ટ્રેકિંગ વગેરે માટે ઉપયોગમાં લઇ શકશે. વૈષ્ણોદેવી મંદિરની જેમજ તમામ યાત્રાધામો અંગે ખાસ આયોજન કરી યાત્રાળુઓને સુવિઘા આપવાનુ આયોજન કરી રહી છે.આ સિસ્ટમ લાગુ કરવા જઈ રહ્યું છે. ટાઈમ સ્લોટ સિસ્ટમને અસરકારક બનાવવા માટે ચારેય ધામોમાં ખાસ વાઈફાઈ ઝોન બનાવવામાં આવશે.આ સાથે ચારધામ પહેલા ચાર નાના નગરોમાં વાઈ-ફાઈ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે. પર્યટન સચિવ સચિન કુર્વેના જણાવ્યા અનુસાર, ધામમાં આવનાર દરેક તીર્થયાત્રીનો QR કોડ સ્કેન કર્યા પછી, તેમના માટે નિર્ધારિત દિવસના આધારે તેમને 10 થી 12 અલગ-અલગ ટાઈમ સ્લોટમાંથી એક આપવામાં આવશે. તે પછી તેઓ તેમના સમય પ્રમાણે મુખ્ય મંદિરમાં દર્શન માટે આવી શકે છે.
પગપાળા ધામે આવતા મુસાફરોને આ સુવિધાનો વધુ લાભ મળશે. એકવાર સ્લોટ ફિક્સ થઈ ગયા પછી, તેઓ તેમની અનુકૂળતા મુજબ મુસાફરી શરૂ કરી શકે છે. ધામમાં આવ્યા બાદ તેઓ કતારમાં આપેલા સમયનો અન્ય કામો માટે ઉપયોગ કરી શકશે. પ્રવાસન સચિવના જણાવ્યા અનુસાર આ વર્ષે પણ ચારધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે.