Published by : Anu Shukla
આમ તો રાજકોટ ખાવા-પીવા, હરવા-ફરવા માટે વખણાય છે, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું, રાજકોટીયન દરેક ઋતુનો આનંદ ઉઠાવે છે. તેવામાં જો આઇસ્ક્રીમની વાત આવે તો શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય તે પાછી પાણી કરે તેમ નથી.
હાલ શિયાળો ચાલે છે અને ઠંડીએ પણ પોતાનું જોર પકડ્યુ છે પણ રાજકોટીયન
આઇસ્ક્રીમ ખાવાનું ભૂલતા નથી. રાજકોટમાં બાલાજી ડ્રાયફ્રુટમાં અલગ અલગ 11 પ્રકારની જુદી જુદી ફ્લેવરની કેન્ડી જેમા માવા મલાઈ, સિતાફળ, ગુલકંદ, ગ્વાલા, રમ એન્ડ વિસકી, ડ્રાયફ્રુટ, શિખંડ, ક્રીમ કેરેમલ, ચોકો સહિત અનેક કેન્ડી મળે છે.
બાલાજી ડ્રાયફ્રુટમાં એક કેન્ડી નવી આવી છે ગુજરાતમાં પહેલીવાર સાંભળવા મળ્યું હશે રમ એન્ડ વિસકીની કેન્ડી જે નોન આલ્કોહોલીક છે. આમાં ફ્લેવર રમ એન્ડ વિસકીનો આવે છે. બાલાજીના ઓનર મયંકભાઈએ જણાવ્યું હતું કે ભરશિયાળે પણ લોકો કેન્ડી ખાવા તૂટી પડે છે. અમને રાજકોટના લોકોનો મોટો સપોર્ટ છે. અહિંયાની સિતાફળ કેન્ડી, શિખંડ કેન્ડી પણ ખુબ જ સરસ છે. અમારી પાસે કેન્ડીમાં સિઝનલ ગાજર હલવો પણ છે.