Published By:-Bhavika Sasiya
- હવે શ્વાનને પણ કંપનીઓ નોકરી આપી રહી છે એલન મસ્ક બાદ હવે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર બનાવતી કંપની ઓલા ઈલેક્ટ્રીકે પણ એક શ્વાન ને નોકરી પર રાખ્યો છે.
શ્વાનને નોકરી રાખવાના કંપનીના આ નિર્ણયથી ઓલા ઇલેક્ટ્રિક સોશિયલ મીડિયા હાલ ખૂબ ચર્ચામાં છે, આ નવા કર્મચારી (શ્વાન)નું નામ વીજળી છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે કંપનીએ માત્ર વીજળી ભાડે જ નથી લીધી પરંતુ તેનું આઈડી કાર્ડ પણ બનાવ્યું છે.
આ અંગે કંપનીના CEO ભાવિશ અગ્રવાલે તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ નવા કર્મચારીના જોડાવાની માહિતી આપી છે. આ નવા કર્મચારીના જોડાવા વિશે માહિતી આપતાં ટીમના નવા સભ્યના આઈડી કાર્ડની તસવીર પણ શેર કરવામાં આવી છે, જેમાં વીજળીનો ચહેરો અને તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવવામાં આવી છે.
વીજળી એટલે ઈલેક્ટ્રીસીટી જે કંપનીના ઈલેક્ટ્રીક વ્હીકલ બિઝનેસના સંકેત આપે છે. ID કાર્ડ પર વીજળી કર્મચારી કોડ (440V), ફોટો, બ્લડ ગ્રુપ (PAW+ve), જ્યાં સંપર્ક કરી શકાય, જવાબ છે Slack, આ સિવાય ID કાર્ડ પર ઇમરજન્સી સંપર્કમાં BA ની ઓફિસ જેવી વિગતો પણ જણાય છે હાલ કંપનીઓ ફક્ત લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે આવા પગલાં લઈ રહી છે.એમ કહી શકાય….