- આ બાબતે કામગીરી શરૂ કરવામાં આવી…..
ભારત દેશમાં ગુલામીની યાદ અપાવતા વિવિઘ રસ્તાનાં નામો તેમજ અન્ય બાબતો દૂર કરવામાં આવી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેનાં ઍક ભાગ રૂપે દિલ્હીના રાજપથ ને કર્તવ્ય પથ નામ આપવામા આવ્યું હતું. આજ પરંપરા આગળ લઇ જતા હવે સૈન્યનાં ભૂમિદળમાં ડ્રેસથી માંડીને તમામ ઍવી બાબતો કે જેમાં ગુલામીના દિવસોની કડવી યાદો હશે તેમને દૂર કરવામાં આવશે.આ કામગીરી મેજર જનરલ મનોજ પાંડેના માર્ગદર્શનમાં શરુ કરવામાં આવી છે.