Home News Update Nation Update હવે સ્થાનિક ભાષામાં પણ પરીક્ષા આપી શકાશે…

હવે સ્થાનિક ભાષામાં પણ પરીક્ષા આપી શકાશે…

0

Published by : Rana Kajal

  • યુનિવર્સિટી અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પણ પરીક્ષા સ્થાનિક ભાષામાં આપવાની મંજૂરી આપે
  • હવે યુનિવર્સિટીની પરીક્ષાઓમાં સ્થાનિક ભાષાને પણ મહત્વ આપવા UGCએ રજુઆત કરેલ છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ યુનિવર્સિટીઓને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પણ પરીક્ષામાં જવાબ સ્થાનિક ભાષામાં લખવાની પરવાનગી આપવા જણાવ્યું છે. આ બાબતે યુજીસીના ચેરમેન એમ જગદીશકુમારે વધુમાં જણાવ્યું છે કે મૂલ્યાંકનકારની વ્યવસ્થા ગોઠવતી વખતે પાઠયપુસ્તકોના અનુવાદને પ્રોત્સાહન આપતી વખતે યુનિવર્સિટીઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઇએ. એ પણ મહત્વનું છે કમિશને યુનિવર્સિટીઓને ભણાવવાની અને શીખવાની પ્રક્રિયામાં પણ સ્થાનિક ભાષાનો ઉપયોગ કરવા જણાવ્યું છે. કુમારે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિમાં ભારતીય ભાષાઓનો પ્રસાર અને તેમના નિયમિત ઉપયોગ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. એનઇપીમાં માતૃભાષા અન સ્થાનિક ભાષામાં ભણાવવા અને સૂચના આપવાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. મોટા ભાગના અભ્યાસક્રમો અંગ્રેજી માધ્યમમાં છે ત્યારે ભણાવવુ, શીખવુ અને મૂલ્યાંકન સ્થાનિક ભાષામાં કરવામાં આવશે તો વિદ્યાથીની સ્થાનિક ભાષાઓ પર પકડ વધુ મજબૂત થશે. પરંતું જો મૂલ્યાંકનકાર સ્થાનિક ભાષા જાણતો હશે તો જ આ બાબત શક્ય બનશે. આ માટે યુનિવર્સિટીએ એવા મૂલ્યાંકનકારની પસંદી કરવી પડશે જેની પાસે અંગ્રેજી અને સ્થાનિક ભાષાનું પણ જ્ઞાાન હોય.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version