- પાપડ-ભૂંગળા પર 18% જીએસટી.. તેથી હવે કિલોદીઠ 50 રૂપિયા વધારે ચૂકવવા પડશે…
- હવે તો સ્વાદિષ્ટ પાપડ અને બટાકા ભૂંગળા પણ મોંઘા થયા છે..
ઍક અંદાજ મુજબ દક્ષિણ ગુજરાતમાં વર્ષે 30 લાખ કિલો પાપડનો વેપાર થાય છે તેથી લોકોના માથે રૂ 15.12 કરોડનો બોજો વધશે. હવે પાપડ અને શેકેલા ભૂંગળા પર પણ 18 ટકા GST લાગશે. તાજેતરમાં મળેલી 48મી GST કાઉન્સિલમાં પાપડ અને ફ્રાયમ્સ પર આ અંગે ક્લિયરન્સ અપાયું છે. ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશને આ અંગે વિરોધ કરીને સીએમને પત્ર લખ્યો છે. કૈટ (કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એસોસિએશન)ના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વર્ષે 30 લાખ કિલોથી વધારે પાપડ-ભૂંગળાનું ઉત્પાદન થાય છે. અહીં સરેરાશ એક પરિવારમાં 500 ગ્રામ પાડનો ઉપયોગ થાય છે, જેથી લોકોને 280 રૂપિયે કિલો લેખે રૂ 50 રૂપિયા વધારે ચુકવવા પડશે.