ગુજરાત રાજ્યમાં RTOમાં ચાલતી ગેરરીતિને અટકાવવા માટે મોટૉ નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી અનુસાર હવે RTOમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં ચલાવી લેવામાં આવશે. RTO તંત્રને પણ હવે બોડી વોર્ન કેમેરાથી સજ્જ બનાવવામાં આવશે. જે અનુસાર ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર કર્મચારીને બોડીવોર્ન કેમેરા લગાવવામાં આવશે. વાહનોના ફિટનેશની ચકાસણી તેમજ દંડ વસૂલવાની શાખાના કર્મીઓ અને કરતા કર્મીઓ બોડી વોર્ન કેમેરા પહેરશે. જેને લઈ RTO તંત્રનો વહીવટ અને પ્રક્રિયા પારદર્શક બનશે. અત્રે મહત્વનું એ છે કે, આ કેમેરામાં કર્મચારીનો વીડિયો અને ઓડિયો પણ રેકોર્ડ થશે.
બોડી વોર્ન કેમેરા ઉપકરણ છે. તે કર્મચારીઓના ખભા પાસે યુનિફોર્મ ઉપર ફીટ કરવામાં આવે છે. આ કેમેરામાં રહેલા લેન્સને ચારેય દિશામાં ફેરવી રેકોર્ડિંગ કોઈપણ એંગલથી કરી શકાય છે. એક કેમેરાની અંદાજિત કિંમત 25 હજાર રૂપિયા છે. કેમેરા ડેટા 15 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) અને GPRS (જનરલ પોકેટ રેડિયો સર્વિસ) દ્વારા સીધા જ કંટ્રોલ રૂમ સાથે કેમેરાને લિંક કરી શકાય છે. ત્યાં બેઠેલા અધિકારીઓ કોઈપણ સમયે દરેક જવાનની એક્ટિવિટી ઓનલાઈન જોઈ શકશે.