Published by : Vanshika Gor
ભારતના અર્થતંત્રની સિધ્ધિ….ભારતનુ અર્થતંત્ર સતત સુધરતુ જાય છે. જેના કારણે વધુને વધુ દેશો હવે ભારતીય ચલણમા વેપાર કરવા તૈયાર થઈ રહ્યા છે. હાલમાંજ UAE એ પણ ભારતીય ચલણમા વેપાર કરવા અંગે સહમતી દર્શાવી છે..
ભારતીય અર્થતંત્ર સુધરી રહ્યુ છે. એમ પણ કહી શકાય કે રૂપિયો વધુને વધુ મજબુત બની રહયો છે. જે સ્થાન વિશ્વમાં ડોલરનું છે તે સ્થાન મેળવવા માટે રૂપિયો અગ્રેસર થઈ રહયો છે. અત્રે નોંધવું રહ્યું કે અત્યાર સુધી વિશ્વના 18 દેશો ભારતીય ચલણમાં વેપાર કરવા થઈ ગયા છે. હવે આ 18દેશોમાં UAE નો સમાવેશ થવા જઈ રહયો છે અત્રે નોંધવુ રહ્યું કે પાછલા કેટલાક વર્ષોથી ભારત અને સંયુક્ત આરબ અમિરાત UAE ના સબંધો વધુને વધુ મજબુત થઈ રહ્યા છે. આગામી માત્ર એકાદ બે વર્ષોમા બન્ને દેશો વચ્ચેનો પરસ્પર વેપાર 100અબજ ડોલરને પાર કરી જશે.