Published By:-Bhavika Sasiya
હાંસોટ તાલુકાના બલોટા ગામના યુવાનોનો બીજો સંઘ કેદારનાથનાં દર્શન કરવા માટે પગપાળા કાવડ લઈ ને નીકળતા ગામ લોકો દ્વારા ભજન કિર્તન સાથે ફૂલહાર કરી ભાવ ભીની વિદાય આપી હતી.

કાવડ યાત્રીઓએ ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના પિતા ઠાકોરભાઇ ગુમાનભાઈ પટેલના સ્ટેચ્યુને ફૂલહાર ચડાવી પ્રસ્થાન કર્યું હતું. ગામનાં યુવાનો છેલ્લા પંદર વર્ષ થી પગપાળા કાવડ લઈ ને જ્યોતિર્લિંગ નાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
અત્યાર સુધીમાં અગીયાર જ્યોતિર્લિંગ નાં દર્શન કરી લીધા છે અને બારમાં છેલ્લા કેદારનાથ નાં દર્શન કરવા માટે પગપાળા કાવડ લઈ નીકળ્યા છે. જેઓ 30 દિવસમાં 1500 કિમીનું અંતર કાપી કેદારધામ પોહચશે.