Published by : Rana Kajal
- સદભાગ્યે કોઇ જાનહાનિ કે ઇજા નહીં…જોકે કન્ટેનર બળીને ખાખ…
આજે તા.10 મેના બુધવારે ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર “ધ બર્નિંગ કન્ટેનર” ના દ્રશ્યો વહેલી સવારે સર્જાતા અફરાતફરીનું વાતાવરણ છવાઈ ગયું હતું. આજે વહેલી સવારે ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઝાડેશ્વર ટોલનાકા પાસેથી પસાર થતા કન્ટેનરમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગી હતી.આ આગ ઝડપથી ફેલાતા આગ ખુબ વિકરાળ અને ભયંકર બની ગઈ હતી. આગની જ્વાળા દૂર સુધી જણાઈ રહી હતી. જેના પગલે અફરાતફરીનું વાતવરણ છવાઈ ગયું હતું. અત્રે નોધ કરવું રહ્યું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી અત્યંત જ્વલનશીલ કેમિકલ અને ગેસ ભરેલ વાહનો પસાર થતા હોય ભડકે બળતી કન્ટેનર પાસેથી વાહન ચાલકો ખુબ સાવધાનીથી વાહનો પસાર કરી રહ્યાં હતા. જેથી આગ તેમના વાહનને લપેટમાં ન લઈ લે જોકે અંક્લેશ્વર ફાયર બ્રિગેડના જવાનોએ ગણતરીના સમયમાં આગને કાબૂમાં લઇ લીધી હતી .