Home News Update Nation Update હાય…મોઘવારી…સીંગતેલ ફરી મોઘું થયુ…ગૃહિણીઓનું બજેટ ખોરવાશે…

હાય…મોઘવારી…સીંગતેલ ફરી મોઘું થયુ…ગૃહિણીઓનું બજેટ ખોરવાશે…

0

Published by : Anu Shukla

  • લગ્નની સીઝન વચ્ચે ફરી વખત સિંગતેલના ભાવમાં ભડકો….

મોંઘવારીના ભરડામાં મધ્યમ વર્ગના લોકો પીસાઈ રહ્યાં છે. હજી મોંઘવારીને બ્રેક વાગતી નથી. આવા સમયે ફરી એકવાર સીંગતેલના ભાવમા વધારો થયો છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જશે એમ જણાઈ રહ્યું છે.
ફરીએક વખત સીંગતેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.

સીંગતેલના ડબ્બાના ભાવ હવે 2820 રૂપિયા સુધી પહોંચ્યા છે

સમગ્ર દેશમાં મોંઘવારીના માહોલ વચ્ચે ફરી એક વખત જનતાને આર્થિક ફટકો લાગશે. ગુજરાત રાજ્યમાં સીંગતેલના ભાવોમાં સતત વધારો જોવા મળતો રહ્યો છે. આજે ફરીએક વખત સીંગતેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. સીંગતેલના ડબ્બાના ભાવ હવે 2820 રૂપિયા સુધી પહોંચ્યા છે. જોકે, અન્ય કોઈ તેલના ભાવ પર હજી સુધી કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

લગ્નગાળાની સીઝન વચ્ચે સીંગતેલમાં થયેલો ભાવ વધારો સામાન્ય જનતા માટે માથાનો દુખાવો થઇ શકે છે. કારણ કે સીંગતેલમાં વધારો થતા અન્ય ઘણી બધી વસ્તુઓના પણ ભાવ આસમાને પહોંચી શકે છે.

મળતી માહિતી મુજબ મગફળીના ભાવમાં વધારો જોવા મળતા મગફળીનો સ્ટોક કરી દેવામાં આવે છે જેથી મગફળી કુત્રિમ અછત ઉભી કરવામાં આવે છે અને તેથી તેલના ભાવને સીધી જ અસર કરે છે. હાલ સારી મગફળીનો ભાવ 1500 રુપિયાથી વધુ જોવા મળે છે. જેને લઇ અમુક લોકોએ મગફળીનો મોટા ભાગનો સ્ટોક કરી લીધો છે.તેથી આવનારા દિવસોમાં મગફળીના ભાવ હજુ વધી શકે તેવી શક્યતાઓ છે. સાથે જ મગફળીના ભાવ વઘશે તો તેલ પણ હજુ મોંઘુ થઇ શકે છે. જો ભાવ વધારો ચાલુ રહેશે તો ફરસાણ સહિતની અનેક વસ્તુઓના ભાવમાં ફરી વધારો થઇ શકે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version