Home Bharuch હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામે  સિક્સર મારી અને પ્રભુ ભક્તિ દેશ ભક્તિમાં ફેરવાઈ….

હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામે  સિક્સર મારી અને પ્રભુ ભક્તિ દેશ ભક્તિમાં ફેરવાઈ….

0

.એશિયા કપની લીગ મેચ  માં ભારતે પાકિસ્તાન પર ૫ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

.ભારતના વિજય સાથે ગણેશજી ની શોભાયાત્રામાં શહેરીજનો નો ઉત્સાહ બેવડાયો

રવિવારે રાત્રે એશિયા કપ માં ભારત પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા સમાન ક્રિકેટ એન્કાઉન્ટર ખેલાયું હતું જેમાં ટીમ ઇન્ડિયા એ અંતિમ ઓવરમાં જીત મેળવી પાકિસ્તાન ને એશિયા કપમાં સતત સાતમી વાર હરાવ્યું હતું. પાકિસ્તાને આપેલા ૧૪૮ રનના ટાર્ગેટ ને ચેઝ કરતા ભારતે ૧૯ મી ઓવરના ચોથા બોલે ઓલ રાઉન્ડર ગુજરાતી હીરો હાર્દિક પંડ્યાએ લોંગ ઓન પર સિક્સર મારી ભારતને વટ ભેર જીત અપાવી હતી. રવિવારે રાત્રે ભારત પાકિસ્તાન મેચ હતી તો બીજી તરફ ભરૂચ સહેરમાં વિધ્નહર્તા ગણેશજીની વિવિધ યુવક મંડળો દ્વારા ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ડી.જે. અને લાઈટીંગ સાથે યુવાધન અને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. એક તરફ ગણપતી બાપ્પા ને અવકારવાનો ઉમંગ તો બીજી તરફ ભારત પાકિસ્તાન મેચ નો રોમાંચ. ગણેશજીની શોભાયાત્રા દરમિયાન અનેક યુવાનો પોતાના મોબાઈલમાં ક્રીકેટ મેચના સ્કોર જોયા કરતા હતા તો અનેક લોકો મોબાઈલમાં લાઇવ સ્ટ્રીમીંગ કરી મેચ નો આનંદ પણ લેતા હતા. અંતિમ ઓવરો માં મેચ વધુ રસપ્રદ બનતી ગઈ હતી અને  ભારતે ૧૯ મી ઓવરના ચોથા બોલે ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા એ સિક્સર મારી ભારતને જીત અપાવી ત્યારે પ્રભુ ભક્તિની સાથે અબાલ વૃદ્ધ સૌ કોઈ એ   દેશ ભક્તિને પણ વધાવી લીધી હતી અને પાંચબત્તી ખાતે ડી.જે. સાથે અને તિરંગા સાથે એકત્રિત થઇ ભારતના ભવ્ય જીત ની ઉજવણી કરી હતી.

પાંચબત્તી ખાતે એકત્રિત થયેલ ખેલપ્રેમીઓ પૈકી એક યુવાન સૌ ના આકર્ષણ નું કેન્દ્ર બન્યો હતો. અ યુવાને ૫ હજાર ની ફટાકડાની લુંમને પોતાના હાથમાં ફોડવાનું સાહસ કર્યું હતું. આ જોખમી સાહસ ચોક્કસ તેના જીવ માટે જોખમ રૂપ હતું પણ ઉપસ્થિત સૌ કોઈએ ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારા સાથે તે વધાવી લીધો હતો. આ  દિલધડક વિડીઓ આપ માટે પ્રસ્તુત છે…….

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version