Published by : Rana Kajal
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. પ્રથમ ટેસ્ટ તેના અંતિમ તબક્કામાં છે અને ભારતીય ટીમને જે મેચમાં મોટી જીતની આશા છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ હવે શ્રીલંકાના ભારત પ્રવાસે આવવાને લઈ તૈયારીઓ શરુ કરી રહ્યુ છે. જોકે ભારતીય ટેસ્ટ ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ હજુ બીજી ટેસ્ટ મેચ બાદ પુરો થનારો છે. જોકે આ પહેલા વ્હાઈટ બોલ સિરીઝને લઈ ભારતમાં તૈયારીઓને ઓપ અપાઈ રહ્યો છે. આ તૈયારીઓમાં હાર્દિક પંડ્યાને મોટી જવાબદારી મળી શકે છે. શ્રીલંકા સામેની શ્રેણી દરમિયાન જ તે નવી ચેલેન્જીંગ ભૂમિકામાં જોવા મળી શકે એવી સંભાવના છે.
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટી20 ટીમ માટે ભારતનો નવો ટી20 કેપ્ટન બની શકે છે. આ માટેની શરુઆત નવા વર્ષની શરુઆતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી 3 મેચોની ટી20 શ્રેણી સાથે કરી શકે છે. આમ હાર્દિક પંડ્યાને સુકાની તરીકે નક્કી માનવામાં આવી રહ્યો છે. આ પહેલા જ હાર્દિક પંડ્યા હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી બેંગ્લુરુ પહોંચ્યો છે. જ્યાં હાર્દિક હાલમાં નવી જવાબદારી પહેલા ખૂબ તૈયારીઓ કરી રહ્યો છે.