Published by : Rana Kajal
- લોકો અવરજવર કરવા બસ અને અન્ય વાહનોનો સહારો લઈ રહ્યા છે…
ટ્રેનના નેટવર્ક એટલે કે સુવિધા વગરના પાંચ દેશોમાં પૈસા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછત નથી પરંતુ તેમ છતાં આ દેશોમાં ટ્રેનો દોડતી નથી. આ દેશના નાગરિકોએ મુસાફરી કરવા માટે ટ્રેનને બદલે બસ કે અન્ય વાહનોનો સહારો લેવો પડે છે. ભારતના પાડોશી દેશ ભૂટાનમાં કોઈ રેલ્વે લાઇન નથી રેલવે નેટવર્ક ન હોવાના કારણે ટ્રેનો ચાલી શકતી નથી. જો કે આગામી સમયમાં ભૂટાનને ભારતના રેલ્વે નેટવર્ક સાથે જોડવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. ભૂતાન બાદ એન્ડોરા દેશ કે જે વિશ્વનો 11મો સૌથી નાનો દેશ છે. અહીં વસ્તી ઓછી હોવાને કારણે રેલ્વે નેટવર્ક બનાવવામાં આવ્યું નથી. અહીંના રહેવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવા માટે ફ્રાન્સ જવું પડે છે જે આ દેશની ખૂબ નજીક છે. ત્રીજો દેશ છે ઇસ્ટ તિમોર…ઈસ્ટ તિમોરમાં કોઈ રેલ્વે લાઈનો નથી અને અહીંના લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કરે છે રેલ નેટવર્ક સાયપ્રસ દેશમાં પણ નથી. જોકે રેલ નેટવર્ક 1950 અને 1951 ની વચ્ચે વિકસાવવામાં આવ્યું હતું, પરંતુ નબળી આર્થિક સ્થિતિને કારણે તે ઠપ્પ થઇ ગયું હતું. કુવૈત જેવા સમૃદ્ધ દેશમાં પણ ટ્રેન વ્યવહાર નથી કુવૈત સમૃદ્ધ દેશોમાંનો એક છે જ્યાં સંસાધનો અને પૈસાની અછત નથી પરંતુ રેલ્વે લાઇન નથી. તે દેશમાં તેલનો મોટો ભંડાર ધરાવે છે.