Published By:-Bhavika Sasiya
- ગુજરાત રાજ્યમાં કોમી તોફાન ફાટી નીકળ્યા હતા. આ ધમાલો પૈકી એક એવા હાલોલની ધમાલમાં સંડોવાયેલા તમામ આરોપીઓને હાલોલ સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કરી દીધા છે.
- વર્ષ 2002 માં થયેલા ગોધરાકાંડ મુદ્દે આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં જુદા જુદા ગુના અંતર્ગત કેસ ચાલ્યો હતો. પણ નિવેદન અને સાક્ષીના આધારે કોર્ટે આ ચૂકાદો જાહેર કરતા તમામ આરોપીઓ નિર્દોષ મુક્ત થયા છે.
ગુજરાતમાં ફેબ્રુઆરી 2002 દરમિયાન ગોધરા ખાતે સાબરમતી ટ્રેન હત્યાકાંડના પડઘમને પગલે ફાટી નીકળેલા કોમી રમખાણમાં અનેક આરોપીઓ સામે કાયદાકીય પગલાં લેવાયા હતા. જેમાં હાલોલ કોર્ટે પૂરતા પુરવાઓને તથા સાક્ષીઓની વાત સાંભળીને ચૂકાદો જાહેર કર્યો છે. 52 આરોપીઓ વિરુદ્ધ હાલોલ સેશન્સ કોર્ટમાં 20 વર્ષ, 9 મહિના, 17 દિવસ સુધી લડતના અંતે સોમવારે તમામ 52 આરોપીઓ નિર્દોષ હોવાનો ચુકાદો જાહેર થયો હતો ગુજરાત રાજ્યમાં ખળભળાટ મચાવનાર ગોધરા ખાતે સાબરમતી ટ્રેનને સળગાવવાની ઘટનાને પગલે તે સમયે ગુજરાતભરમાં ફાટી નીકળેલી કોમી રમખાનમાં પંચમહાલ જિલ્લાના કાલોલ શહેર, દેલોલ ગામ અને ડેરોલસ્ટેશન ખાતે છૂટાછવાયા સર્જાયેલ રમખાણોની ઘટનાઓ અંગે પોલીસે પગલાં લીધા હતા. જેમાં આ તમામ લોકો સામે કાયદેસરના પગલાં ભરાયા હતા.
ઉલ્લેખનીય બાબત એ છે કે તત્કાલીન એ સમયની ફરિયાદને આધારે તત્કાલીન સમયે જ કાલોલ પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને કાચા કામના કેદીઓ તરીકે તમામ આરોપીઓને કાલોલ, હાલોલ અને ગોધરાની સબ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જે તમામ આરોપીઓએ જેલવાસ દરમિયાન કોર્ટની રાહે જામીન મેળવીને વચગાળાનો છુટકારો મેળવ્યો હતો. આરોપીઓ વિરુધ્ધના આક્ષેપિત ગુન્હાઓ અંગે ફરીયાદ પક્ષ દ્વારા હકીકતો અને પુરાવાઓ પુરવાર કરવામાં નિષ્ફળ નિવડેલ હોવાના વિવિધ તથ્યોને આધારે તારીખ 12 જુન2023 ના રોજ હાલોલ એડિશનલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટના જજે ચુકાદો આપતા તમામ ૫૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જોકે પાછલા 20-21 વર્ષ સુધી ચાલેલા કોર્ટ ટ્રાયલના ચૂકાદા દરમ્યાન 17 આરોપીઓનું નિધન થયું હતું જ્યારે હાલ જીવીત એવા 33 આરોપીઓ નિર્દોષ છૂટયા હતા…