Published By : Aarti Machhi
હિંડનબર્ગ રિસર્ચ અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગના સેબી ચીફ માધાબી પુરી બુચ અને અદાણી ગ્રૂપ સામેના નવા રિપોર્ટને લઈને હોબાળો થયો છે. જોકે, સેબી ચીફે આ અંગે સ્પષ્ટતા કરી છે અને તેને પાયાવિહોણી ગણાવી છે. આ સાથે જ હવે ભાજપે કંપની અને વિપક્ષ પર પણ પ્રહારો કર્યા છે.
ભાજપે કહ્યું- આ દેશ વિરુદ્ધ ષડયંત્ર છે
હિંડનબર્ગના રિપોર્ટ પર ભાજપે કંપનીને ઘેરી લીધી છે. બીજેપી નેતા રવિશંકર પ્રસાદે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ બધું દેશ વિરુદ્ધનું ષડયંત્ર છે. રવિશંકરે કહ્યું કે ત્રીજી વખત હાર્યા બાદ કોંગ્રેસ પાર્ટી, ઈન્ડી ગઠબંધનના લોકો અને તેમને પ્રમોટ કરનારા ટૂલ કીટના લોકો ભારતને આર્થિક રીતે અસ્થિર કરવાના ષડયંત્રમાં જોડાયેલા છે.