Published By : Parul Patel
અમેરિકાની જ્યોર્જિયા વિધાનસભામાં હિંદુ પ્રત્યે પૂર્વગ્રહ નહીં રાખવા અંગે ઠરાવ પસાર કરવામા આવ્યો છે…
અમેરિકાના જ્યોર્જિયા વિધાનસભામાં પસાર થયેલ બીલની જોગવાઈમાં અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમકે બિલમાં જણાવાયું છે કે હિંદુ ધર્મ સૌથી મોટો અને સૌથી જૂનો ધર્મ છે વિશ્વના 100 કરતા વધુ દેશોમાં હિંદુઓ વસવાટ કરી રહ્યા છે. અત્રે નોંધવું રહ્યું કે અમેરિકાની જ્યોર્જિયા એસેમ્બ્લીએ હિંદુ ફોબિયા (હિંદુ ધર્મ પ્રત્યે પૂર્વગ્રહ) વિરૂદ્ધ ઠરાવ પસાર કરેલ છે. તેથી કરીને જ્યોર્જિયા આ પ્રકારના કાનૂની પગલા લઈ હિંદુ ધર્મને સમર્થન આપનાર પ્રથમ યુ.એસ રાજ્ય બન્યુ છે. જે નોધપાત્ર બાબત છે.