ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ ધારણ કરવાં અંગે ખુબ કડક કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. સાથે જ ઈરાનમાં મહિલાઓ દ્વારા હિજાબ અંગે ઉગ્ર વિરોધ થઈ રહયો છે. અત્યાર સુધીમાં ઈરાનના 50 કરતાં વધુ શહેરોમાં હિજાબના કાયદાનો વિરોધ ચાલી રહ્યો છે.આવાજ ઍક વીરોધ દરમિયાન પોલિસે અટક કરેલ મહિલા મશા અમિથીનુ કસ્ટડીમાં મોત નીપજ્યું હતું. ત્યાર બાદ તાજેતરમા તા 22ના ગુરુવારે અમેરિકાની મહિલા પત્રકારે હિજાબ પહેરવાનો ઈન્કાર કરતાં ઈરાનના રાષ્ટ્રપતિએ ઇન્ટરવ્યૂ રદ કર્યો હતો. CNNના પત્રકાર ક્રિસ્ટીયન અમનપોરે હિજાબ પહેરવાનો ઇનકાર કર્યો હતો. જેનાં પગલે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીએ ઇન્ટરવ્યૂ કેન્સલ કર્યો હતો.
હિજાબ પહેરવાનો ઇનકાર કરતાં અમેરિકન પત્રકાર સાથેનો ઇન્ટરવ્યૂ રદ કરતા ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસી…..
RELATED ARTICLES