Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAccidentહિટ એન્ડ રનની ઍક ઘટનામા ચાર યુવાનોના મોત…

હિટ એન્ડ રનની ઍક ઘટનામા ચાર યુવાનોના મોત…

Published by : Anu Shukla

  • ચાર યુવકને 100 મીટર સુધી ઢસડી ગયું ટ્રેલર…
  • રસ્તાની સાઇડમાં ઊભા રહીને વાતો કરતા હતા….

હિટ એન્ડ રનની ઘટનાઓ આજકાલ દેશમા ખૂબ વધી ગઈ છે. ત્યારે જયપુર-અજમેર હાઇવે પર એક ભયાનક અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયાં હતાં. ટ્રેલર રસ્તાની સાઇડમાં ઊભેલા ચાર યુવકને કચડીને નીકળી ગયું હતું. આ ઘટના રાજસ્થાનના દુદુના ગાઝી મોડ પાસે આવેલી સંતોષ હોટલની સામે બની હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ચારેય યુવકનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.આ અકસ્માતમાં પડસોલી ગામના રહેનારા અમરચંદ માલી (30), જિતેન્દ્ર (30), સલીમ મન્સૂરી (32), પવન કુમાર (25) મૃત્યુ પામ્યા હતા. અકસ્માતની માહિતી મળ્યા બાદ દુદુ પોલીસ સ્ટેશનના સબ- ઇન્સ્પેક્ટર નેમી ચંદ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.ચારેય યુવકના મૃતદેહોને હોસ્પિટલના મોર્ચ્યુરીમાં રાખવામાં આવ્યા હતા.

ચારેય યુવકના મૃતદેહોને હોસ્પિટલના મોર્ચ્યુરીમાં રાખવામાં આવ્યા હતા.

બાઇક પાર્ક કરીને રસ્તાની સાઇડમાં વાતો કરી રહ્યા હતા. એ સમયે જયપુરથી અજમેર જઈ રહેલા ટ્રેલરે ચાર યુવકને ટક્કર મારી હતી. ટ્રેલરે ચાર યુવાનને 100 મીટર સુધી ઢસડી લઈ ગયું હતું, જેને કારણે મૃતદેહના ટુકડાઓ હાઇવે પર વિખેરાઈ ગયા હતા.

આ અંગે વધુ મળતી માહિતી મુજબ, અમરચંદ પડસોલી ગામમાં જ લાઇટ ડેકોરેશન અને ડીજેનું કામ કરતો હતો. સલીમ ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. જિતેન્દ્ર સેન હેર કટિંગ સાથે અને પવન માલી ખેતી સાથે સંકળાયેલો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!