Published by : Anu Shukla
- ચીનનો સામનો કરવા ભારત સતત ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી રહ્યું છે
- ગમે તેવા હથિયાર હોય, ફટાફટ પહોંચી જશે LAC પર, 4.1 કિ.મી. લાંબી ટનલ થશે તૈયાર
ચીન સાથેના તણાાવ વચ્ચે ભારત દરેક રીતે એલએસી સુધી પ્હોંચવાના રસ્તાને સુગમ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. સૈન્ય પ્રમુખ અનેકવાર કહી ચૂક્યા છે કે ભારતીય સૈન્ય દરેક પડકારો ઝિલવા તૈયાર છે. આ દરમિયાન દરેક ઋતુમાં લદાખ માટેનો રસ્તો સરળ બનાવવા સરકારે હિમાચલ પ્રદેશથી લદાખને જોડતી ટનલને મંજૂરી આપી દીધી છે. આ ટનલ 4.1 કિલોમીટર લાંબી હશે.
અવર-જવર ખતરા વિના થશે
16500 ફૂટની ઊંચાઈએ મનાલી-દારચા-પદમ-નીમૂ એક્સિસ પર હથિયારો અને સૈન્યનના વાહનો લઈ જવામાં તેનાથી સરળતા રહેશે. આ જગ્યા પાકિસ્તાન અને ચીનની પહોંચથી દૂર છે એવામાં અવર-જવર કોઈપણ પ્રકારના ખતરા વિના થઈ શકશે. આ ટનલના દ્વારા ફોરવર્ડ એરિયામાં સૈન્યને સરળતાથી મોકલી શકાશે.
1681.5 કરોડના ખર્ચે ટનલ થશે તૈયાર
બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન આ ટનલનું નિર્માણ 1681.5 કરોડ રુ.ના ખર્ચે કરશે. તેનું કામ ડિસેમ્બર 2025 સુધી પૂરું કરાશે. ડિફેન્સ મંત્રાલયે આ યોજનાને 2021માં મંજૂરી આપી હતી. જોકે બીઆરઓ અને નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને કારણે કામ શરુ થયું નહોતું. બીઆરઓ નાની ટનલ બનાવવા માગતું હતું જ્યારે એનએચઆઈડીસીએલએ 13 કિ.મી. લાંબી ટનલ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.