Home Blog હું અને તું : “ये इश्क बड़ी बत्तमीझ चीज़ है”…

હું અને તું : “ये इश्क बड़ी बत्तमीझ चीज़ है”…

0

બીજી મા : સિનેમા
ઋષિ દવે

Published By : Parul Patel

‘ચાલ જીવી લઈએ’ ના બિપીનચંદ્ર પાઠક તરીકે યાદગાર ભૂમિકા ભજવી ગયેલા સિદ્ધાર્થ રાંદેરીયાની હું અને તું રજુ થઈ છે. ગુજ્જુભાઈ શ્રેણીના નાટકોએ પ્રેક્ષકોને પેટ પકડીને હસાવ્યા. ફિલ્મોમાં ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’, ‘ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ’ નામેં ફિલ્મો એટલે વન મેન શૉ. ‘નટ સમ્રાટ’ માં અભિનયમાં એ ટુ ઝેડ એ બી સી ડી કચકડે મઢી ‘કહેવતલાલ પરિવાર’, ‘બુશર્ટ-ટી શર્ટ’ અને ‘બચુભાઈ’ પારિવારિક સંદેશ અને સમજણનો સેતુ રચતા ગયા.

આજે વાત કરીયે ‘હું અને તું’ ની. હું એટલે ઉમેશ બળવંત ગણાત્રા, સિદ્ધાર્થ રાંદેરિયા. તું એટલે કેતકી દિવેચા, સોનાલી લેલે દેસાઈ. ઉમેશની પત્ની ઈંન્દુ 12 વર્ષ પહેલા ગુજરી ગઈ. એક નો એક પુત્ર તેજસ ગણાત્રા સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે કેરિયર બનાવવા સંઘર્ષ ઓછો અને પિતા અને મિત્રો સાથે મોજમસ્તી ભરપૂર કરે છે. પરીક્ષિત તમાલીયાએ પ્રોમીસીન્ગ રોલ કર્યો છે.
કેતકીની ફિલ્મમાં એન્ટ્રી, એ ઉમેશને જુવે એ માટે હસમુખ – હંસલા સાથેના દાઉપેચના દ્વષ્યાંકન દાદ માંગી લે તેવા છે.
દીવની હોટેલમાં તેજસ રેવાને જોઈ ફસ્ટ સાઈટ લવમાં પડે. પૂજા જોષી સુંદર, આકર્ષક, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં સંવાદ બોલી તેજસને અભિભૂત કરી દે છે.

“હું અને તું ના ગીતો”

  • તારા થઈ જશે સૂપડા
  • રૂઠી ગયા રે સપના છૂટી ગયા રે સપના – સંગીતકાર : કેદાર ભાર્ગવ.

સંવાદો :

  • હું બોલ્ડ એન્ડ મોડર્ન છું, પણ મારી અંદર એક મણીબેન છુપાયેલી છે. – રેવા
  • ત્રણ અક્ષરનું નામ છે. પહેલો અક્ષર છે “કે” – ઉમેશ
  • હું થાકી ગઈ નથી પણ હારી ગઈ છું – કેતકી
  • તુમ્હારી મમ્મી તુમ્હે છોડ કે ચલી ગઈ’ એવું તારા મગજ માં ઠસાવવામાં આવ્યું છે. – ઉમેશ
  • રેવા, એ લગ્ન કરવાની ના પાડી છે.
  • હું રાખડી નહિ બાંધીશ – હું તો બાંધીશ ફ્રેન્ડશીપ બેલ્ટ – રેવા
  • તમે પ્લીઝ મારી મમ્મી સાથે લગ્ન કરશો. – રેવા
  • નવી મળતી નથી અને જૂની જતી નથી
  • કેતકી નામ વગરના સંબંધને સાચવવા આવી છે.
  • સસ્પેન્સ ફિલ્મમાં ખૂની દૂધવાળો જ કેમ? – ઉમેશ
  • સસરી અકાલ – શસ્ત્ર ક્રિયા
  • હું કરોડપતિ થઈ ગયો છું, કે.બી.સી.માં મારા 11 કરોડ લાગ્યા છે. એ એપિશોડ રિલીઝ થવાને વાર છે. તબસે મેં ફક્કડ ફક્કડ કે જી રહા હું.સિક્યોરિટી ગન વિધાઉટ બુલેટ હોગી. સિર્ફ દેખાવેગી તો ભાડા કમ લગેગાને.
  • મને અમદાવાદ સુધી લિફ્ટ આપીશ? – રેવા
  • તું કોફી પીશ? સાકર 3 ચમચી, મને યાદ છે.-કેતકી
  • તને સૂર્યાસ્ત ગમે કે સૂર્યોદય – કેતકી
  • તું જો બાજુમાં હોય તો બંને ગમે – ઉમેશ
  • તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યાં ગમ હે કે છુપા રહે હો…

“હું અને તું” દિગ્દર્શકે, એડિટર મનન સાગરને સો સો સલામ !

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version