સૈફ અલી ખાન અને હૃતિક રોશનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ”વિક્રમ વેધા’નું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મમાં સૈફ અલી હૃતિક રોશન સાથે ટક્કર મારશે. વિક્રમ વેધા સાઉથની ફિલ્મની રિમેક છે. આ ફિલ્મ પુષ્કર-ગાયત્રી દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે સિનેમા ઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ ‘વિક્રમ વેધા’ની સ્ટોરીમાં પોલીસ અને ગેંગસ્ટરની વાર્તા કરવામાં આવી છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન એક સખ્ત પોલીસ અધિકારીના રોલમાં જ્યારે હૃતિક રોશન ગેંગસ્ટરનો રોલ કરતો જોવા મળે છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાનનું નામ વિક્રમ છે અને હૃતિક રોશનનું નામ વેધા છે.સાઉથની રીમેક ‘વિક્રમ વેધા’માં હૃતિકનો દમદાર લૂક જોવા મળે છે.
ફિલ્મમાં રાધિકા આપ્ટે પણ મહત્વનો રોલ કર્યો છે. ફિલ્મનું શૂટિંગ દુબઈ તથા લખનઉમાં કરવામાં આવ્યું છે. ઓરિજિનલી ‘વિક્રમ વેધા’એ તમિળ ફિલ્મ છે. ફિલ્મને પુષ્કર ગાયત્રીએ ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં આર માધવન તથા વિજય સેતુપતી લીડ રોલમાં હતાં. 2017માં રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી.