દેશનાં હૈદરાબાદમાં બ્યુટી પાર્લરમાં ગયેલ ઍક મહિલાને સ્ટ્રોક આવતા તાત્કાલિક હોસ્પીટલ જવું પડ્યું હતુ.આ અંગે વિગતે જોતાં ઍક 50વર્ષીય મહિલા હૈદરાબાદના બ્યુટી પાર્લરમાં ગઇ હતી. તે હેર વોશ કરાવી રહી હતી. તે માટે ગરદન નમાવવા જતાજ આ મહિલાને સ્ટ્રોક આવ્યો હતો. જૉકે સ્ટ્રોક પહેલા મહિલાને ચક્કર આવ્યા હતા તેમજ ઊલટીઓ થઈ હતી. મળતી માહીતી મુજબ આ મહિલાને ગેસની બીમારી હતી અને તેને લગતો સ્ટ્રોક આવતા મહીલાને બ્યુટી પાર્લરમાંથી તાત્કાલિક ગેસ્ટરોએટ્રોલોજિસ્ટ પાસે લઇ જવાઇ હતી.