ફેમસ હેરસ્ટાઈલિસ્ટ દાની હિસવાનીનું નામ સૌથી ઊંચી હેરસ્ટાઈલ બનાવવાના કારણે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયુ છે. હિસવાનીએ દુબઈમાં ક્રિસમસ ટ્રી ના આકારમાં 9 ફૂટ 6.5 ઈંચ લાંબી હેરસ્ટાઈલ બનાવી. આ હેરસ્ટાઈલનો વીડિયો તાજેતરમાં જ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યુ છે.
આ અનોખી હેરસ્ટાઈલના કારણે સોશિયલ મીડિયા પર લોકો દાનીને ટ્રોલ પણ કરી રહ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે મહિલાએ હેલમેટ પહેરેલુ છે. હેલમેટમાં ત્રણ ધાતુના ડંડા પણ જોવા મળી રહ્યા છે. ક્રિસમસ ટ્રી જેવી હેર સ્ટાઈલ કરવા માટે દાની હિસવાનીએ વિગ, હેર એક્સટેન્શનનો ઉપયોગ કર્યો. હેરસ્ટાઈલ કરતા બોલ્સનો પણ ઉપયોગ કર્યો. વીડિયોનું કેપ્શન છે. ‘દાની હિસવાની દ્વારા બનાવવામાં આવેલી સૌથી ઊંચી હેરસ્ટાઈલ – 9 ફૂટ 6.5 ઈંચ’.

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ અનુસાર દાની ફેશનની દુનિયામાં છેલ્લા સાત વર્ષથી છે. પોતે દાની હેરસ્ટાઈલિંગને વ્યવસાય ના માનતા એક કળા તરીકે જોવે છે. દાનીએ અગાઉ એક મહિલાના માથા પર હેરસ્ટાઈલિંગ કરતા એક નાનુ ક્રિસમસ ટ્રી બનાવ્યુ હતુ, આ વખતે તેમણે સૌથી ઊંચી હેરસ્ટાઈલ બનાવવાની ચેલેન્જ કરી.કોણ છે દાની હિસવાની
દાની હિસવાની સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ છે જે યુએઈના દુબઈમાં રહે છે. તેઓ છેલ્લા 15 વર્ષથી દરેક પ્રકારના હેરકટ, કલરિંગ અને હેર એક્સટેન્શન સાથે જોડાયેલા કામ કરી રહ્યા છે.