Home Dharmik News હોળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે ભાઈ બીજનો તહેવાર…

હોળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે ભાઈ બીજનો તહેવાર…

0

Published by : Rana Kajal

દીપાવલી પર્વના દિવસો દરમિયાન ભાઇબીજ ઉજવાય છે પરંતુ હોળીના પર્વ બાદ પણ ભાઈબીજ ઉજવવાનો રિવાજ દેશના તામિલનાડુ, કેરાલા અને અન્ય રાજ્યોમાં પ્રચલિત છે. ભાઈબીજને ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમનો તહેવાર માનવામાં આવે છે. આમાં ભાઈઓ તેમની બહેનોને મળવા જાય છે, તેમના સુખ દુ:ખની વાતો કરે છે. દિવાળી અને હોળીના બીજા દિવસે રક્ષાબંધન સાથે ભાઈ-બહેનનો આ તહેવાર ઉજવવાની પરંપરા છે. હોળીના બીજા દિવસે ભાઈબીજના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવે છે. “વર્ષમાં ઓછામાં ઓછા 3 વખત, ભાઈએ તેની બહેનના ઘરે જઈને એકબીજા પ્રત્યે પ્રેમ, લાગણી અને કાળજી વ્યક્ત કરવી જોઈએ. આના દ્વારા ભાઈ અને બહેન બંને એકબીજાની સુખ દુ:ખને જાણી શકે છે.” આ તહેવાર પરસ્પર સંબંધોમાં વધારો કરે છે…એવી પણ માન્યતા છે કે નરકાસુર નામના રાક્ષસને માર્યા પછી ભગવાન કૃષ્ણ તેની બહેન સુભદ્રાને મળવા જાય છે. બહેન સુભદ્રા ભગવાન કૃષ્ણને તેના ઘરે મળવા જાય છે. ભગવાન કૃષ્ણની પૂજા કરે છે. સુભદ્રા ભગવાન કૃષ્ણને ખવડાવે છે. ત્યારથી, હોળી પછી ભાઈબીજ ઉજવવાની પરંપરા બની ગઈ છે.”…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version