Published by: Rana kajal
વિશ્વના તમામ દેશોમાં અન્ય દેશો અને તમામ ધર્મના તહેવારોની ઉજવણીને આવકારવામાં આવે છે તેનાથી વિપરીત પાકિસ્તાનની તમામ યુનિવર્સીટીઓમા હોળીની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.આ અંગે ફરમાન જાહેર કરવામા આવ્યું છે.. હવે તાલિબાનની જેમ પાકિસ્તાન પણ કટ્ટરવાદી બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં જ પાકિસ્તાનની તમામ યુનિવર્સિટીઓમા હોળીની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
હોળી રમતા વિધાર્થીઓનો વિડિયો વાયરલ થયા બાદ હોળીની ઉજવણી પર પ્રતિબંધ મૂકતું ફરમાન જારી કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનમાં કટ્ટરવાદી વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે અન્ય ધર્મના તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાનના હાયર એજ્યુકેશન કમિશન દ્વારા દેશની દરેક શૈક્ષણિક સંસ્થાઓ, અને યુનિવર્સિટીઓમાં હોળીનો પર્વ ન ઉજવવા ફરમાન જારી કરવામાં આવ્યું છે પાકિસ્તાનમાં એમ પણ જણાવાયુ છે કે હોળી રમવાથી દેશની છાપ ખરાબ થાય છે સાથેજ પાકિસ્તાન એજ્યુકેશન કમિશને એમ પણ જણાવ્યું છે કે દરેક ધર્મોનું સન્માન જરૂરી છે પરંતું ઇસ્લામિક વિચારધારાના ભોગે નહી