Home Bharuch હ્યુમન મિલ્ક બેન્ક થી યુનિસેફના અઘિકારીઓ થયા પ્રભાવીત…

હ્યુમન મિલ્ક બેન્ક થી યુનિસેફના અઘિકારીઓ થયા પ્રભાવીત…

0

Published By:- Bhavika Sasiya

  • વર્ષ 2019 થી સયાજી હોસ્પિટલમાં ચાલી રહી છે હ્યુમન મિલ્ક બેન્ક… કુપોષણની સમસ્યાથી પીડાતા ભરૂચ અને નર્મદા જિલ્લામાં હ્યુમન મિલ્ક બેન્ક કયારે…?
  • સયાજી હોસ્પિટલ ખાતે વર્ષ 2019થી કાર્યરત થયેલ હ્યુમન મિલ્ક બેન્ક થી બીમાર નવજાત શિશુઓને સ્વસ્થ કરવામા સફળતા સાપડી છે. તેથી યુનિસેફ ના અઘિકારીઓ પ્રભાવીત થયાં હતાં. સાથેજ તેમણે ડોકટરો અને નર્સના સ્ટાફને બિરદાવ્યા હતા.

હ્યુમન મિલ્ક બેન્ક ની મુલાકાતે હ્યુંન હી બાન (ચીફ ઓફ સ્પેશ્યલ પોલિસી ઍન્ડ પ્લાનિંગ) અને સિંથીયા મેકેફ્રી (રીપ્રેઝનટેટીવ ઑફ યુનિસેફ ઈન્ડીયા) આવ્યા હતા તેઓ હ્યુમન મિલ્ક બેન્ક ની કામગીરી થી પ્રભાવીત થયા હતા…
હાલ આ બેન્કમાં દરરોજ 10 થી 12 મહિલાઓ બે લિટર જેટલા દુધનું દાન કરે છે જે ઓછા વજન સાથે જન્મેલા અથવાતો બીમારીથી પિડાતા નવજાત શિશુઓને પ્રોસેસ કરીને આપવામા આવે છે. જેનાં ખુબ સારા પરિણામ આવેલ છે…
ભરૂચ અને નર્મદા જિલ્લામાં નવજાત શિશુઓમા અને બાળકોમાં કુપોષણની સમસ્યા વધુ છે ત્યારે ભરૂચ કે નર્મદા જિલ્લામાં હ્યુમન મિલ્ક બેન્કની જરૂરીયાત વધું જણાઈ રહી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version