હાલમાં જ મહુવાના તાલુકાના બામણીયા ગામે 108 ઈમરજન્સીના સ્ટાફે ખરેખર ઇમરજન્સી સેવાને સાર્થક કરી બતાવી હતી જેના પગલે સમયસર સારવાર મળતા સફળ પ્રસૂતી થઇ શકી હતી.
વિગતો જોતા મહુવા સુગરમાં શેરડી કાપવા માંટે આવેલી મહિલા ગર્ભવતી હતી. જે શુક્રવારે શેરડી કાપવા ખેતરે ગઈ હતી. ત્યારે અચાનક દુખાવો ઉપાડતા 108ને કોલ કર્યો હતો. જૉકે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શકાય તેમ ન હોવાથી ૧૦૮ નાં સ્ટાફે સ્ટ્રેચર પર આશરે 1 કિમિ ઊંચકી લાવીને વાનમાં લાવીને હોસ્પિટલ લઇ ગયા હતા.મહુવા સુગરમાં શેરડી કટિંગની મજૂરી માટે આવેલ સવિતા રવિન્દ્ર રાઠોડ શુક્રવારે મહુવા તાલુકાના બામણીયા અને કઢૈયાની વચ્ચે 108ને કોલ આવ્યો હતો.
મહુવા સુગરમાં શેરડી કટિંગની મજૂરી માટે આવેલ સવિતા રવિન્દ્ર રાઠોડ શુક્રવારે મહુવા તાલુકાના બામણીયા અને કઢૈયાની વચ્ચે 108ને કોલ આવ્યો હતો. મહુવાના બમણિયા અનેકઢૈયા વચ્ચે સવિતાબેન રવિન્દ્રભાઈ રાઠોડ નામની મહિલાને લેબર પેન એટલે કે ડિલિવરી માટે દુખાવો હોય જે દર્દીને પેટમાં વધારે દુખાવો થતો હોય. ચાલી શકાય તેમ ન હતું અને સાથેજ રસ્તા સુધી જઈ શકાય તેમ ન હતું, જે અંગે 108 ને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા જોકે 108નું વાહન પણ જઈ શકે તેમ ન હતું 108 નો ત્યાં પહોંચતા પરિસ્થિતિ જાણી 108ના ઈએમટી ટ્વિંકલ એમ. પટેલ અને પાયલોટ સંતોષ ડી. નાયકાએ સ્થળ અને સ્થિતિનું નિરીક્ષણ કરી મહિલાની યોગ્ય સ્થળ પહોંચાડવા માટે નિર્ણય લેવો જરૂરી હતો. 108નું વાહન પહોંચી શકતું ન હતું અને મહિલાને લઈ એક કિલોમીટર સુધી પગપાળા ચાલવાનું હોય. પાયલોટ અને ઇએમટી બંને ત્વરિત નિર્ણય લઈ મહિલાને મદદ કરવા અને પોતાની ફરજનું પાલન કરવા તાત્કાલિક સ્પાઈન બોર્ડ લઈ એક કિલોમીટર દૂર મહિલાના ઘર પાસે પહોંચી ગયા હતા.
મહિલાને લેબર પેનની ફરિયાદ હોય વચ્ચે દર્દીને સારવાર કરી હતી. ત્યારબાદ સ્પાઇનબોર્ડ પર મહિલાને સુવડાવી ઉચકી લાવી 108 સુધી પહોંચાડ્યા હતા અને બંનેએ પગપાળા ચાલી મહિલાને એક કિલોમીટર સુધી લાવી 108માં ત્યાંથી પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે સરદાર સ્મારક હોસ્પિટલ બારડોલી ખાતે લઈ આવ્યા હતા આમ ૧૦૮ ઈમરજન્સી સેવા એ ઉમદા ફરજ બજાવી હતી.